Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 દિવસ પહેલા નોકરી લાગેલો નોકર લાખોનો સામાન ચોરી ગયો:મકાન માલિક સામાજી પ્રસંગમાં બહાર ગયા અને ચોરે એકલતાનો લાભ ઉઠાવ્યો, 11 લાખના દાગીના ચોરી ફરાર

    11 hours ago

    શહેરના રાજપથ ક્લબની સામે આવેલી સોસાયટીના એક મકાનમાં લાખોના દાગીનાની ચોરીનો બનાવ બન્યો છે. ઘરમાં 15 દિવસથી કામ કરતા નોકરે જ 11 લાખના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ચોરી અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. સોનાની બંગડી, મંગળસૂત્ર, સેટ, વીંટી સહિત 11 લાખના દાગીનાની ચોરી બોડકદેવમાં રહેતા કાજલબેન પટેલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ રાજપથ ક્લબની સામે આવેલી રંગીન પાર્ક સોસાયટીમાં રહે છે. તેઓ એક સામાજિક પ્રસંગમાં ગોંડલ ગયા હતા. જે બાદ પરત આવીને દાગીના બેડરૂમમાં લાકડાના કબાટમાં મૂક્યા હતા. 24 ફેબ્રુઆરીએ કાજલબેન જ્યારે દાગીના લેવા ગયા ત્યારે કબાટમાંથી દાગીના ગાયબ હતા. સોનાની બંગડી, મંગળસૂત્ર, સેટ, વીંટી સહિત કુલ 11 લાખના દાગીનાની ચોરી થઈ હતી. આ દાગીના 15 દિવસથી તેમના ઘરે કામ કરતા લીલારામે ચોરી કર્યા હોવાની જાણ થતા કાજલબેન વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ડૉ. રિયા મનસુરીએ DM કાર્ડિયોલોજીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો:પાટણની દીકરી મનસુરી સમાજની પ્રથમ મહિલા કાર્ડિયોલોજિસ્ટ બની
    Next Article
    સાયલેન્સર ચોર ગેંગનો તરખાટ:સેકટર 13માં નંબર પ્લેટ વગરની I-20 કારમાં આવી બે ઈકોના સાયલેન્સર ચોરી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment