Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયલેન્સર ચોર ગેંગનો તરખાટ:સેકટર 13માં નંબર પ્લેટ વગરની I-20 કારમાં આવી બે ઈકોના સાયલેન્સર ચોરી ફરાર

    10 hours ago

    ગાંધીનગરના સેક્ટર-13 વિસ્તારમાં તસ્કરો રહેણાંક વિસ્તારમાં પાર્ક કરેલી બે મારુતિ ઇકો ગાડીઓમાંથી સાયલેન્સરની ચોરી કરીને ફરાર થઇ જતા સ્થાનિકોમાં પોતાના વાહનોની સુરક્ષાને લઈ ચિંતામાં મુકાઈ ગયો છે. આ મામલે સેક્ટર-13માં રહેતા વેપારી અજાણ્યા ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપતા સેકટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાડોશીએ ચોરીની જાણ કરી ગાંધીનગરના સેક્ટર 13/એ, પ્લોટ નંબર 673/2 માં રહેતાને ચીઝ પનીરનો ધંધો કરતા બિજેશ પરમારે પોતાની ઇકો ગાડી ગત 29 ડિસેમ્બર, 2025ના સાંજે સેક્ટર-13ના ખુલ્લા પ્લોટમાં પાર્ક કરી હતી. બીજા દિવસે સવારે જ્યારે પડોશમાં રહેતા કમલેશ પરમારે તેમની ગાડીનું સાયલેન્સર ચોરાયું હોવાની જાણ કરી ત્યારે બિજેશ પરમારે પોતાની ગાડી તપાસતા તેમાંથી પણ સાયલેન્સર ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ બાદમાં ગાડી ચાલુ કરતા જ અવાજ બદલાઈ ગયો હતો અને નીચે જોતા બોલ્ટ ખુલ્લા હાલતમાં મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટના પાડોશમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેના ફૂટેજની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, 30 ડિસેમ્બરના રોજ વહેલી સવારે એક સફેદ કલરની આઈ-20 ગાડી ત્યાં આવી પહોંચી હતી. આ નંબર પ્લેટ વગરની ગાડીમાંથી ત્રણ અજાણ્યા શખ્સો ઉતરીને બંને ઇકો ગાડીઓના કુલ 60 હજારની કિંમતના સાયલેન્સરની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી આ ઘટના અંગે શરૂઆતમાં ખાનગી રાહે તપાસ કર્યા બાદ અને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પોલીસ ફરિયાદનો આગ્રહ રાખવામાં આવતા આખરે ભોગ બનનાર વેપારીએ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    15 દિવસ પહેલા નોકરી લાગેલો નોકર લાખોનો સામાન ચોરી ગયો:મકાન માલિક સામાજી પ્રસંગમાં બહાર ગયા અને ચોરે એકલતાનો લાભ ઉઠાવ્યો, 11 લાખના દાગીના ચોરી ફરાર
    Next Article
    ક્રિપ્ટોના બહાને 2 કરોડ લૂંટનારો નાગપુર જેલમાંથી મળ્યો:2 કરોડની લૂંટ, રેપ અને 12 વર્ષથી નાસતા-ફરતા 3 રીઢા ગુનેગારને જેલના સળિયા પાછળથી શોધી કાઢ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment