Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રિપ્ટોના બહાને 2 કરોડ લૂંટનારો નાગપુર જેલમાંથી મળ્યો:2 કરોડની લૂંટ, રેપ અને 12 વર્ષથી નાસતા-ફરતા 3 રીઢા ગુનેગારને જેલના સળિયા પાછળથી શોધી કાઢ્યા

    8 hours ago

    સુરત પોલીસે ત્રણ રાજ્યની જેલોમાં ઓપરેશન પાર પાડીને વર્ષોથી નાસતા-ફરતા ત્રણ ખતરનાક આરોપીઓને શોધી કાઢ્યા છે. જેમાં વરાછાની 2 કરોડની લૂંટનો મુખ્ય સૂત્રધાર, પોક્સો એક્ટનો આરોપી અને 12 વર્ષથી વોન્ટેડ વાહન ચોરનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપી અલગ-અલગ ગુનાઓમાં મહારાષ્ટ્ર, બિહાર અને રાજસ્થાનની જેલોમાં કેદ હોવાનું ટેકનિકલ સર્વેલન્સની મદદથી સામે આવ્યું છે. વરાછાની 2 કરોડની 'ક્રિપ્ટો' લૂંટનો માસ્ટર માઈન્ડ પકડાયો વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા ₹2 કરોડની લૂંટના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપી મોહમદ જવાદ ફારૂખભાઇ બોરા હાલ નાગપુર મધ્યસ્થ જેલમાં હોવાનું બહાર આવ્યું છે. 2022માં આરોપીઓએ 'શ્રી સિદ્ધિ એન્ટરપ્રાઇઝ' નામે ફેક આંગડિયા પેઢી ખોલી હૈદરાબાદના વેપારીને ક્રિપ્ટો કરન્સી આપવાના બહાને સુરત બોલાવ્યા હતા. વેપારી 6 કરોડ રોકડા લઈને આવ્યા ત્યારે આરોપીઓએ ફેક સ્ક્રીનશોટ બતાવી ઝપાઝપી કરી 2 કરોડની લૂંટ ચલાવી હતી. આરોપી જવાદ મહારાષ્ટ્રમાં પણ છેતરપિંડીના અનેક ગુનામાં સંડોવાયેલો છે. સગીરા પર દુષ્કર્મ ગુજારી બિહાર ભાગી ગયેલો સુરજ જેલભેગો ઉમરા પોલીસ સ્ટેશનમાં 2019માં નોંધાયેલા અપહરણ અને બળાત્કાર (POCSO)ના ગુનાનો આરોપી સુરજ સુબોધ સીંગ પણ પોલીસના સકંજામાં આવ્યો છે. આરોપીએ 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા. ભોગ બનનાર સગીરા મળી આવી હતી, પરંતુ સુરજ ફરાર થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાંચની તપાસમાં જાણવા મળ્યું કે તે બિહારની મોતીહારી મધ્યસ્થ જેલમાં ખૂનના કેસમાં બંધ છે. તેની સામે બિહારમાં પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. 12 વર્ષથી વોન્ટેડ 'ડોન' જેવો વાહન ચોર રાજસ્થાનની જેલમાંથી મળ્યો ખટોદરા પોલીસ મથકમાં 2012માં થયેલી બોલેરો ગાડીની ચોરીના કેસમાં 12 વર્ષથી નાસતો ફરતો રાજુરામ બાદરારામ બિશ્નોઇ આખરે ટ્રેસ થયો છે. ડુપ્લીકેટ ચાવીથી ગાડી ચોરી કરનાર આ આરોપી સામે રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતમાં મળીને કુલ 32થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હત્યા, હત્યાની કોશિશ, NDPS (ડ્રગ્સ), લૂંટ અને આર્મ્સ એક્ટ જેવા ગુનાઓમાં સંડોવાયેલો આ રીઢો ગુનેગાર હાલ જોધપુર સેન્ટ્રલ જેલમાં કેદ હોવાનું ખૂલ્યું છે. પોલીસનો એક્શન પ્લાન: હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ જે આરોપીઓ લાંબા સમયથી પકડાતા નહોતા, તેમના વતનના સરનામા અને સગા-સંબંધીઓની વિગતો ખાનગી બાતમીદારો દ્વારા મેળવવામાં આવી હતી. ત્યારબાદ ટેકનિકલ વર્કઆઉટ કરતા માલૂમ પડ્યું હતું કે આ ત્રણેય આરોપીઓ અન્ય રાજ્યોમાં ગુના આચરી જેલમાં સજા કાપી રહ્યા છે અથવા કાચા કામના કેદી તરીકે બંધ છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલા આરોપીઓ પૈકી રાજુરામ બિશ્નોઇનો ઇતિહાસ સૌથી ચોંકાવનારો છે. તેની સામે રાજસ્થાનના અલગ-અલગ જિલ્લાઓમાં ડ્રગ્સની હેરાફેરીના 10થી વધુ કેસ, હત્યાના પ્રયાસના 5 કેસ અને લૂંટના અનેક કેસ નોંધાયેલા છે. તેવી જ રીતે મોહમદ જવાદ મહારાષ્ટ્રમાં ફેક ડોક્યુમેન્ટ્સ અને છેતરપિંડીના 5 ગુનામાં સંડોવાયેલો છે. આ ગુનેગારો જેલમાંથી બહાર આવીને ફરી સુરતમાં ગુના આચરે તે પહેલા જ સુરત પોલીસે તેમને 'ટ્રેસ' કરી લીધા છે. ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડની તજવીજ ક્રાઈમ બ્રાંચે આ ત્રણેય આરોપીઓને જે તે રાજ્યની જેલોમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે સુરત લાવવાની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વરાછા, ઉમરા અને ખટોદરા પોલીસ મથકોને જાણ કરી દેવામાં આવી છે. નામદાર કોર્ટમાંથી પરવાનગી મેળવીને ટૂંક સમયમાં પોલીસની ટીમ નાગપુર, મોતીહારી અને જોધપુર રવાના થશે અને આરોપીઓનો કબજો મેળવી સુરત લાવશે.
    Click here to Read More
    Previous Article
    સાયલેન્સર ચોર ગેંગનો તરખાટ:સેકટર 13માં નંબર પ્લેટ વગરની I-20 કારમાં આવી બે ઈકોના સાયલેન્સર ચોરી ફરાર
    Next Article
    North Korea Fires Ballistic Missile Towards Sea During US-South Korea Drills

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment