Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 મનપાની 1001 બેઠકો પર 3145 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ:સરેરાશ 53 ટકા મતદાન, જૂની 6 મનપાની સરખામણીએ નવી 9 કોર્પોરેશનમાં વધુ મતદાન

    1 day ago

    રાજ્યની 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં એકલ-દોકલ ઘટનાઓને બાદ કરતા શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું છે. 15 મહાનગરપાલિકામાં સરેરાશ 53 ટકા(અંદાજિત) આસપાસ મતદાન નોંધાયું છે. 15 મહાનગરકપાલિકાની 1001 બેઠક પર 3145 ઉમેદવારોનું EVM સીલ થયેલા ભાવિનો મંગળવારે ફેંસલો થશે. બપોર પડતા મતદાન પર ગરમી ભારે પડી રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. સવારથી જ મતદાન મથકો પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન શરૂ થતા જ મતદારોની કતાર જોવા મળી. પરંતુ, બપોર પડતા જેમ જેમ ગરમીનો પારો ઊંચો જતો ગયો તેમ તેમ મતદાન મથકો પર મતદારોની હાજરી ઘટતી જોવા મળી. જો કે, સાંજના સમયે ફરી મતદાન મથકો પર કતારો જોવા મળી હતી. નવરચિત 9 મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી આ વખતે રાજ્યમાં 6 જૂની (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર) મહાનગરપાલિકા અને 9 નવી (નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદ) મહાનગરપાલિકા મળી કૂલ 15ની ચૂંટણી યોજાઈ રહી છે. શહેરી વિસ્તારોમાં ભાજપની પકડ મજબૂત હોય 15વર્ષના લાંબાગાળા બાદ 2025માં નવી 9 મહાનગરપાલિકાની રચના કરવામાં આવી હતી. આ પહેલા વર્ષ 2002માં જૂનાગઢ અને છેલ્લે 2010માં ગાંધીનગર મહાનગરપાલિકાની રચના કરવામાં આવી હતી. આ સમાચાર પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની 10 હજાર સીટ પર મતદાન ભાજપ માટે સત્તા જાળવવાનો, કોંગ્રેસ માટે કમબેક અને આપ માટે પગ જમાવવાનો પડકાર રાજ્યની જે જૂની આઠ મહાનગરપાલિકા છે તે તમામમાં હાલ ભાજપનું શાસન છે. હાલ જે 6 જૂની મનપાની ચૂંટણી યોજાઈ રહી છે. તેમાં અમદાવાદ અને રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે. જ્યારે સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરમાં તો 30 વર્ષથી ભાજપનું શાસન છે. શહેરી વિસ્તારમાં ભાજપા સતત મજબૂત થઈ રહ્યી છે તો બીજી તરફ કોંગ્રેસ સતત નબળી પડતી ગઈ છે. ત્યારે કોંગ્રેસ માટે કમબેક કરવાનો મોટો પડકાર છે. તો આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરવાનો પ્રયાસ કરી રહી છે. 2021માં આમ આદમી પાર્ટીને 13.91 ટકા મત મળ્યા હતા. સુરત મનપામાં 27 બેઠક પણ જીતી હતી. જુઓ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને મહેસાણા મનપામાં હરિફ ઉમેદવારોની ફોટો સાથેની યાદી
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપાની 72 બેઠક પર મતદાન પૂર્ણ:91 અને 90 વર્ષીય બે બા લાકડીના ટેકે મતદાન કર્યું; કહ્યું-‘મતદાન તો કરવું જ પડે ને’
    Next Article
    મતદાન દરમિયાન ત્રણનાં મોત:ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા, મસ્જિદના બાથરુમમાં બાળક સાથે હેવાનિયત, બે દિવસ હીટવેવનું યલો એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment