Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાની 72 બેઠક પર મતદાન પૂર્ણ:91 અને 90 વર્ષીય બે બા લાકડીના ટેકે મતદાન કર્યું; કહ્યું-‘મતદાન તો કરવું જ પડે ને’

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો પર આજે 26 એપ્રિલે મતદાન યોજાયું હતું. કૂલ 236 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે. રાજકોટમાં આજે ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચતા તેની અછર મતદારો પર પડી છે. રાજકોટ મહાનગરપાલિકામાં સવારના 7થી 5 વાગ્યા સુધીમાં 18 વોર્ડમાં કુલ 45.21% મતદાન નોંધાયું છે, જેમાં 50.01% પુરુષ અને 40.06% મહિલાઓએ મતદાન કર્યું. સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 15માં 61.11%, જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 1માં 36.55% નોંધાયું છે. સૌરાષ્ટ્રનું રાજકીય ચક્રઃ 2015માં પરિવર્તન, 2021માં પુનરાવર્તન અને 2026માં અંડર કરંટથી ક્રોસ વોટિંગનો ભાજપને ભય રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આ વખતે 1.08 લાખ મતદારો ઘટતા કુલ 9.85 લાખ મતદારો આજરોજ મનપાના 18 વોર્ડ માટે 72 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા મતદાન કરી રહ્યા છે. જ્યારે રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક માટે 9.56 લાખ મતદારો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વખતે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મતદારોમાં અંડર કરંટ જોવા મળી રહ્યો છે, જેનો ભય સૌથી વધુ ભારતીય જનતા પાર્ટીને સતાવી રહ્યો છે. કારણ કે રાજકોટ સહીત અનેક જગ્યાએ ઉમેદવારોની જાહેરાત બાદ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. રાજકોટ જિલ્લાની 11 તાલુકા પંચાયતની કુલ 200 બેઠક પૈકી 4 બેઠક બિન હરીફ થતા 196 બેઠક માટે મતદાન ચાલી રહ્યું. આ 196 બેઠક માટે 276 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જેમાં સૌથી વધુ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના વિસ્તારમાં જસદણ તાલુકા પંચાયતની 22 બેઠક માટે 70 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે બિનહરીફ થયેલી બેઠકમાં રાજકોટ, જેતપુર, ગોંડલ અને ધોરાજી તાલુકા પંચાયતની એક એક બેઠક મળી કુલ 4 બેઠક બિનહરીફ થવા પામી છે. રાજકોટ મહાનગર પાલિકાની વર્ષ 2021ની ચૂંટણીમાં 50.88% મતદાન નોંધાયું હતું, જેમાં સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 4માં 56.49% નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 1માં 45.16% મતદાન નોંધાયું હતું. મતદાનની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ મનપાની 48 વોર્ડની 190 બેઠક પર મતદાન પૂર્ણ:છેલ્લી ઘડીએ એલિસબ્રિજમાં મતદારો અને હોમગાર્ડ વચ્ચે ઘર્ષણ; આનંદીબેન પટેલે ઓછા મતદાન અંગે ચિંતા વ્યક્ત કરી
    Next Article
    15 મનપાની 1001 બેઠકો પર 3145 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ:સરેરાશ 53 ટકા મતદાન, જૂની 6 મનપાની સરખામણીએ નવી 9 કોર્પોરેશનમાં વધુ મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment