Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતદાન દરમિયાન ત્રણનાં મોત:ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા, મસ્જિદના બાથરુમમાં બાળક સાથે હેવાનિયત, બે દિવસ હીટવેવનું યલો એલર્ટ

    17 hours ago

    સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતદાન રાજ્યભરમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું.રાજ્યની 10 હજાર સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારો વચ્ચે રાજકીય જંગ છે. . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારણપુરામાં પરિવાર સાથે મતદાન કર્યું.. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીલજમાં મતદાન કર્યું..મતદાન કર્યા બાદ સીએમે ચાની ચૂસ્કી માણી. આનંદી બેન પટેલે પણ શીલજમાં મતદાન કર્યું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લોકશાહીના પર્વમાં મતદાતાઓનો ઉત્સાહ લોકગાયિકા નેહા સુથાર, રાજલ બારોટ, માયાભાઇ આહીરની દીકરી સોનલ ડેર સહિત અભિનેત્રી સોનાલી લેલે દેસાઇએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સિનીયર સીટીઝન હોય કે દિવ્યાંગ, વરરાજા હોય કે દુલ્હન તમામમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો.... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપ- કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન વચ્ચે અમદાવાદના કુબેરનગર વોર્ડમાં મતદાન મથક પર ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી થતા પોલીસે મહામહેનતે સ્થિતિ કાબૂમાં લીધી હતી. વડોદરાના વોર્ડ નંબર 14માં પણ ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રણ મોત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન બાદ મોતની ત્રણ ઘટના સામે આવી.. આણંદના પેટલાદમાં સાંસેજ ગામે બુથ નં 1 પર પટાવાળા અમિત સોલંકીનું મોત થયું.. પાટણમાં માયાનગરમાં વોટિંગ કરી બહાર નીકળતા એક મહિલા ઢળી પડ્યા. જેમનું સારવાર દરમિયાન મોત થયું. તો જામનગરમાં મતદાન સમયે જ AAP ઉમેદવારનું નિધન થયું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મસ્જિદમાં 5 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય સુરતના લાલગેટમાં મસ્જિદના બાથરુમમાં પાંચ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય..15 વર્ષના કિશોરે પૈસાની લાલચ આપી કુકર્મ કર્યું. પોલીસે કિશોર સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરુ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પિકઅપ ગાડીનું ટાયર ફાટતા શ્રમિકો નીચે પટકાયા રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલની ગુંદાળા ચોકડી પાસે બોલેરો પિકઅપ વાનનું ટાયર ફાટતા 15 શ્રમિકો બ્રિજ પરથી 30 ફૂટ નીચે રોડ પર પટકાયા હતા. જેમાં બે શ્રમિકોના મોત થયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બેફામ ટ્રકની અડફેટે બાઈક સવારનું મોત સુરતમાં સુમુલ ડેરીના ટ્રકની અડફેટે બાઈક સવાર આધેડનું મોત.. ટ્રકે ટક્કર મારતા બંને ભાઈ રોડ પર ઘસડાયા.. જેમાં એકનું મોત નીપજ્યું .ઘરના મોભીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી અમદાવાદના બાપુનગરમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી.મહામહેનતે ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો.સદનસીબે જાનહાનીના કોઈ સમાચાર નથી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ આગામી બે દિવસ રાજ્યમાં હિટવેવનું એલર્ટ .. આજે પણ અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી તાપમાન નોંધાયું.. હવામાન વિભાગે લોકોને કામ વગર બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    15 મનપાની 1001 બેઠકો પર 3145 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ:સરેરાશ 53 ટકા મતદાન, જૂની 6 મનપાની સરખામણીએ નવી 9 કોર્પોરેશનમાં વધુ મતદાન
    Next Article
    મતદાન કર્યા બાદ તબિયત લથડતા વૃદ્ધાનું મોત:સાંજના 5 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 59.01 ટકા; હારીજ તાલુકાનું મતદાન સૌથી વધુ નોંધાયું, 28મીએ પરિણામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment