Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની કુખ્યાત હાંડા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ:ગેંગના 15 શખ્સોએ 10 વર્ષમાં હત્યા, લૂંટ અને NDPS સહીત 50 ગુના આચર્યા, તમામની ધરપકડ

    1 day ago

    રાજકોટની કુખ્યાત હાંડા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભવદિપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો ડાભી સહીત 15 આરોપીઓ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે 14 આરોપીની ધરપકડ કરી એક આરોપીનો જેલમાંથી કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ગેંગ ઉપર છેલ્લા 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, લૂંટ, આર્મ્સ એક્ટ અને NDPS જેવા ગંભીર કુલ 50 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 15 આરોપીઓ પૈકી એક આરોપી રાજકોટની કુખ્યાત ડ્રગ પેડલર સુધા ધામેલિયાનો પણ સમાવેશ થાય છે. કુખ્યાત ભવદિપ ઉર્ફે હાંડો ડાભી વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ રાજકોટ શહેર ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં આતંક મચાવનાર કુખ્યાત ભવદિપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો ડાભી વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં પોલીસે ભવદિપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો ડાભી સહીત કુલ 15 આરોપીઓ સામે ગુનો નોંધી 14 શખ્સોને ઝડપી પાડી જેલમાં બંધ આરોપીનો કબ્જો મેળવી તેની ધરપકડ કરી આગળની તપાસ એસીપી પશ્ચિમને સોંપવામાં આવી છે. ભવદિપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો ડાભી ગેંગના 15 સભ્યો વિરુધ્ધ છેલ્લા 10 વર્ષમાં કુલ 50 ગુના નોંધાઈ ચુક્યા છે. જેમાં હત્યા, હત્યાની કોશિશ, મારામારી, રાયોટિંગ, આર્મ્સ એક્ટ, લૂંટ, NDPS સહિત ગુનાનો સમાવેશ થાય છે. હાંડો ડાભી ગેંગના 15 સભ્યોની ધરપકડ કરાઈ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ ગુજસીટોક હેઠળ આરોપી ભવદિપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો ડાભી, રોહિત ઉર્ફે પિયુષ ડાભી, ધર્મેશ ઉર્ફે ધમો ડાભી, ઋષિક ઉર્ફે ઋત્વિક ડાભી, કુખ્યાત ડ્રગ પેડલર સુધા ધામેલીયા, મયુર ધામેલીયા, વિશાલ ગોહિલ, શક્તિ રાઠોડ, વિપુલ બગથરીયા, રાજ કાપડી, હિતેશ ધામેલીયા, વિનય ઉકેડીયા, સચિન વોરા, આકાશ વારગીયા અને મિત ખગ્રામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહિ આ તપાસ દરમિયાન આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ કરી મેળવેલી ગેરકાયદે મિલ્કતો ટાંચમાં લેવા અને અનધિકૃત બાંધકામ તોડી પાડવા સહીત કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. આરોપીઓનો છેલ્લા 10 વર્ષનો ગુનાહિત ઇતિહાસ આરોપી ભવદિપ ઉર્ફે યશ ઉર્ફે હાંડો ડાભી વિરુધ્ધ 8 ગુના, રોહિત ઉર્ફે પિયુષ ડાભી વિરુધ્ધ 9 ગુના, ધર્મેશ ઉર્ફે ધમો ડાભી વિરુધ્ધ 5 ગુના, ઋષિક ઉર્ફે ઋત્વિક ડાભી વિરુધ્ધ 4 ગુના, કુખ્યાત ડ્રગ પેડલર સુધા ધામેલીયા વિરુધ્ધ 5 ગુના, મયુર ધામેલીયા વિરુધ્ધ 5 ગુના, વિશાલ ગોહિલ વિરુધ્ધ 3 ગુના, શક્તિ રાઠોડ વિરુધ્ધ 4 ગુના, વિપુલ બગથરીયા વિરુધ્ધ 12 ગુના, રાજ કાપડી વિરુધ્ધ 4 ગુના, હિતેશ ધામેલીયા વિરુધ્ધ 7 ગુના, વિનય ઉકેડીયા વિરુધ્ધ 6 ગુના, સચિન વોરા વિરુધ્ધ 3 ગુના, આકાશ વારગીયા વિરુધ્ધ 3 અને મિત ખગ્રામ વિરુધ્ધ 5 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. એક વર્ષમાં 10 ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી ઉલ્લેખનીય છે કે ગુજસીટોક કાયદો અમલમાં આવ્યો ત્યારથી આજ દિવસ સુધીમાં રાજકોટ શહેરમાં કુલ 12 ગુના ગુજસીટોક હેઠળ નોંધાયા છે જે પૈકી 10 ગુના છેલ્લા એક વર્ષમાં નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હજુ પણ અન્ય 2 ગેંગ સામે આવનાર સમયમાં દાખલ કરવા માટે તૈયારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરી દેવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી કુલ 128 શખ્સો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    TAT HSની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારોમાં ભારે અસંતોષ:ઉમેદવારોએ કલેકટરને આવેદનપત્ર આપી પેપરની પુનઃચકાસણી કરવા અને બંને પેપરના અલગ ગુણ જાહેર કરવા માગ કરી
    Next Article
    કલોલના 13 વર્ષીય સગીરની હત્યાનો ભેદ ઉકેલાયો:પત્નીના અનૈતિક સંબંધો અને મદદગારીની શંકા રાખી બનેવીએ જ સાળાનું ગળું દબાવી કાસળ કાઢ્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment