Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TAT HSની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારોમાં ભારે અસંતોષ:ઉમેદવારોએ કલેકટરને આવેદનપત્ર આપી પેપરની પુનઃચકાસણી કરવા અને બંને પેપરના અલગ ગુણ જાહેર કરવા માગ કરી

    1 day ago

    રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી TAT HSની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવતા તેમાં 30 હજાર જેટલા ઉમેદવારો તપાસ થયા છે. જે બાદ ઉમેદવારોએ પરીક્ષા ચકાસણીમાં ખામી થઈ હોવાનો દાવો વિરોધ કરી રહ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લાના ઉમેદવારોએ પણ જાહેર થયેલા પરિણામ સામે વિરોધ નોંધાવી પુનઃ ચકાસણી કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરી છે. તેમજ બંને પેપરના પરિણામ અલગ અલગ જાહેર કરી ન્યાય આપવામાં આવે તે માટે પણ ઉમેદવારોએ રજૂઆત કરી છે. માત્ર 16 હજાર જેટલા જ ઉમેદવારો પાસ થયા હતા TAT HSની રાજ્યભરમાંથી અંદાજે 47 હજાર જેટલા લાયક ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં માત્ર 16 હજાર જેટલા જ ઉમેદવારો પાસ થયા હતા. જ્યારે બાકીના 30 હજાર જેટલા પરીક્ષાર્થીઓ નાપાસ જાહેર કરવામાં આવ્યા હતા. જેથી પરીક્ષા બાદ પેપર ચકાસણી કરવામાં આવી છે તેમાં ઉમેદવારોને વિશ્વાસ નથી. જેના કારણે ન્યાય અપાવવાની માંગ સાથે પેપરનું ચકાસણી ફરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઉમેદવારોએ ઉત્તરવહી બતાવવામાં કરી માગ ઉમેદવારે જણાવ્યું હતું કે, આજે જિલ્લાના જે પણ ઉમેદવારો હતા તે આજે કલેક્ટર કચેરીએ ભેગા થયા હતા. અમારી રજૂઆતને લઈને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમજ કલેકટર દ્વારા અમારી બધી માંગણીઓ પણ સાંભળવામાં આવી છે. અમે રાજ્ય પરીક્ષા બોર્ડને કહેવા માંગીએ છીએ કે, જે 30 હજાર જેટલા ઉમેદવારો છે તેમને સંતોષ થાય તે માટે પેપરની પુનઃ ચકાસણી કરવામાં આવે. TAT HS પરીક્ષાના તમામ વિષયની સત્તાવાર મોડલ આન્સર કી જાહેર કરવામાં આવે અને બંને પ્રશ્નપત્રના ગુણ પણ અલગ અલગ જાહેર કરવામાં આવે તેવી અમારી માંગણી છે. અમારી ઉત્તરવહી બતાવવામાં આવે જેથી જે 30 હજાર ઉમેદવારોને અસંતોષ છે તે દૂર થાય. વધુમાં ઉમેદવારે જણાવ્યું હતું કે, પ્રિલિમ્સ પરીક્ષામાં પણ ઘણી બધી ભૂલો કરવામાં આવી હતી તેમજ પેપર પેટર્ન પણ બદલી દેવામાં આવી હતી, તે પણ ઉમેદવારોએ અપનાવી અને મહેનત કરી હતી પરંતુ, જે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ઉમેદવારો સાથે અન્યાય થયો હોય એવું દેખાઈ રહ્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ અને સરકારને વિનંતી કરીએ છીએ કે, પુનઃ ચકાસણી કરવામાં આવે. સરકાર અમારી માંગણીઓ સાંભળી રોષે ભરાયેલા જે ઉમેદવારો છે તેમને ન્યાય અપ આવે તેવી અમે વિનંતી કરીએ છીએ. કલેક્ટરને ન્યાય અપાવવા કરી રજૂઆત ઉમેદવાર અક્ષય પટેલે જણાવ્યું હતું કે, TAT HSના પરિણામમાં જે વિસંગતતાઓ છે જે બાબતે કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ બે પેપરના માર્ક્સ એક સાથે આપવામાં આવ્યા છે. જેથી પેપરના અલગ-અલગ માર્ક્સ જાહેર કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી છે. કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે અમારી સાથે અન્યાય થયો છે તેમાં ન્યાય મળે તે માટે તમે રાજ્ય પરીક્ષા બોર્ડમાં રજૂઆત કરો.
    Click here to Read More
    Previous Article
    ડમી ગ્રાહકે મિસ-કોલ કરતાં જ સુરતની OYO હોટલમાં પોલીસ ત્રાટકી:વોશરૂમનું બહાનું કરી માલિકનો ભાગવાનો પ્રયાસ, પગ લપસતાં ચોથા માળેથી નીચે પટકાયો; 2022માં પણ ગુનો નોંધાયો'તો
    Next Article
    રાજકોટની કુખ્યાત હાંડા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ:ગેંગના 15 શખ્સોએ 10 વર્ષમાં હત્યા, લૂંટ અને NDPS સહીત 50 ગુના આચર્યા, તમામની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment