Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુર, ડીસામાં ખાણીપીણી એકમો પર દરોડા:15 કિલો અખાદ્ય ખોરાક, 10 લિટર બળેલું તેલ નષ્ટ કરાયું

    10 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ અંતર્ગત પાલનપુર અને ડીસા પંથકમાં ખાણીપીણીના એકમો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સિનિયર ફૂડ સેફટી ઓફિસર એચ.વી. ગુર્જર, કુ. ઇ.એસ. પટેલ, એમ.એલ. ગુર્જર તથા કે.કે. ચૌધરીની સંયુક્ત ટીમો દ્વારા 19 અને 21 ઓગસ્ટના રોજ જિલ્લામાં કુલ 49 હોટલ તથા રેસ્ટોરન્ટમાં તપાસ કરાઈ હતી. તપાસ દરમિયાન, ડીસાની હોટલ ડિલાઇટ રેસ્ટોરન્ટ પાર્ટી પ્લોટ (પાટણ હાઇવે) અને વડગામ તાલુકાના છાપી ચાર રસ્તા ખાતે આવેલી હોટલ પટેલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. અત્યંત અનહાયજેનિક પરિસ્થિતિમાં ખાદ્ય સામગ્રી તૈયાર કરી વેચાણ કરતી આ બંને પેઢીઓના ફૂડ લાયસન્સ સ્થગિત (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન વિવિધ સ્થળોએથી બિનઆરોગ્યપ્રદ અને અખાદ્ય જણાયેલ પાઉ, તૈયાર ખોરાક, દાળ, શાકભાજી તથા સમોસા સહિત કુલ 15 કિલોગ્રામ ખાદ્યચીજોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વડગામ તાલુકાના અમદાવાદ હાઇવે પર આવેલી હોટલ સહયોગ તથા હોટલ લગુન પાર્કને ખાદ્ય સ્વચ્છતા અને ગુણવત્તામાં સુધારો કરવા માટે ઇમ્પ્રુવમેન્ટ નોટીસ પાઠવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાણીપુરી તથા અન્ય ખાણીપીણીની લારીઓ માટે પણ ચકાસણી ડ્રાઇવ હાથ ધરાઈ હતી. ફૂડ સેફટી વાનના કેમિસ્ટ પી.એમ. ચૌધરી દ્વારા પાલનપુર શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 28 લારીઓ તથા તેમના ઉત્પાદન સ્થળોની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં સ્થળ પરથી મળી આવેલા આશરે 12 કિલોગ્રામ સડેલા બટાકા, 6 કિલોગ્રામ ચટણી તથા આશરે 10 લિટર વપરાયેલું/બળેલું તેલનો અખાદ્ય જથ્થો સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યો હતો. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તમામ ખાદ્ય વ્યવસાયકારો (FBO)ને નિર્ધારિત ગુણવત્તાવાળા રો-મટીરીયલ્સનો ઉપયોગ કરવા, એપ્રન તથા કેપ ધારણ કરવા, ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકીને રાખવા તેમજ ખાદ્ય પરિસરમાં હાઇજેનિક કન્ડિશન જાળવવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. નાગરિકોને સુરક્ષિત, શુદ્ધ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે આગામી દિવસોમાં પણ જિલ્લામાં આવી તપાસ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    લીંબડીના રોહન ગાબુને અકસ્માતમાં જડબામાં ગંભીર ઈજા:ESIC હેઠળ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સફળ સારવાર કરાઈ
    Next Article
    ધરમપુરમાં ભાજપનો ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગ શરૂ:શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે 11 અલગ-અલગ વિષયો પર તજજ્ઞો માર્ગદર્શન આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment