Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાન જગન્નાથ જમાલપુર નિજ મંદિર પરત ફર્યા:149મી રથયાત્રામાં 10 લાખ ભક્તો ઉમટ્યા, બે મારામારીની ઘટના; અકસ્માત અને બેભાન થવા સહિતના 51 ઈમરજન્સી કેસ નોંધાયા

    1 day ago

    જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ, 2026 ગુરૂવારના રોજ અમદાવાદમાં ભારે હર્ષોલ્લાસ સાથે નીકળી હતી. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજી રથમાં સવાર થઈ જમાલપુર નિજ મંદિરથી સવારે 8:30 વાગ્યા આસપાસ નગરચર્યાએ નીકળ્યા હતા. જ્યારે રાત્રે 10 વાગ્યા આસપાસ ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા હતા. ભક્તોના દ્વારે ભગવાન પહોંચતા મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને સમગ્ર અમદાવાદ ભક્તિમય માહોલમાં ગરકાવ થઈ ગયું હતું. અંદાજે 10 લાખ લોકોએ ભગવાનના દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, પ્રેમ દરવાજા વિસ્તારમાં પ્રસાદ લેવા મામલે બે મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી, જ્યારે ઘી કાંટા વિસ્તારમાં રથ ખેંચવા બાબતે યુવક અને ખલાસીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. રથયાત્રા દરમિયાન અકસ્માત, પડી જવું અને બેભાન થવા સહિતના 51 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. આ પણ વાંચો: પાટણમાં ભગવાન જગન્નાથની 144મી ભવ્ય રથયાત્રા આ પણ વાંચો: અમદાવાદ રથયાત્રામાં 3 કિમીમાં બે વાર મારામારી અમિત શાહે મંગળા આરતી અને ભૂપેન્દ્ર પટેલે 'પહિંદ' વિધિ કરી સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવાયો હતો. ‘નંદીઘોષ’માં ભગવાન જગન્નાથ, ‘તાલધ્વજ’માં ભાઈ બલરામ અને ‘દર્પદલન’ રથમાં બહેન સુભદ્રાજીને બિરાજમાન કરાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત 'પહિંદ' વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. 7:45 વાગ્યા આસપાસ ટ્રકોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું સવારે 7:30 વાગતા ગજરાજ અને શણગારેલા ટ્રકો જમાલપુર ચોકી પહોંચ્યા હતા. ત્યાર બાદ 7:45 વાગ્યા આસપાસ અમદાવાદ પોલીસ કમિશનર અને જેસીપી ક્રાઇમે ટ્રકોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. જમાલપુર દરવાજાથી ગજરાજ અને ટ્રકો મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ તરફ આગળ વધ્યા હતા. આ દરમિયાન અંદાજે એકથી દોઢ કલાક રથ નિજ મંદિરથી નગરચર્યાએ નીકળ્યા હતા. ભૂપેન્દ્ર પટેલનું CM ડેશબોર્ડથી રિયલ ટાઈમ મોનિટરિંગ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એન્ટી ડ્રોન ગનથી બિનઅધિકૃત ડ્રોનનું નિરીક્ષણ કરાયું હતું. તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સી.એમ. ડેશબોર્ડ પરથી રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કર્યું હતું. રથયાત્રામાં આ વર્ષે વિવિધ સામાજિક અને વૈશ્વિક સંદેશ આપતા આકર્ષક ટેબલો જોડાયા હતા. ઈરાન-અમેરિકા યુદ્ધની સ્થિતિ વચ્ચે 'ભારત શાંતિ ઈચ્છે છે' તેવો મેસેજ આપતો વિશિષ્ટ ટ્રક જોવા મળ્યો હતો. નાના બાળકો અને યુવતીઓએ કરતબો રજૂ કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત બતાવતા હોય તેવા કટ-આઉટ સાથેનો ટ્રક અને ચાર વેદોનો મેસેજ આપતો પણ ટ્રક રથયાત્રામાં જોડાયો હતો. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમની થીમ પર આધારિત ટ્રક પણ જોડાયો હતો, જ્યારે અખાડાના બહાદુર નાના બાળકો અને યુવતીઓ દ્વારા પરંપરાગત કરતબો રજૂ કરાયા હતા. સરસપુર મોસાળમાં મામેરું અને જનમેદની ઉમટી રથયાત્રા ભગવાનના મોસાળ એવા સરસપુરમાં પહોંચતા જ ભક્તોનું કીડીયારું ઉભરાયું હતું. રથયાત્રામાં જોડાયેલા તમામ ભક્તોને ભોજનમાં શાક-પૂરી અને મોહનથાળ પીરસવામાં આવ્યો હતો. સરસપુર મંદિર ખાતે ત્રણેય રથો આશરે એક કલાક રોકાયા હતા, જ્યાં ભગવાનને વિશેષ ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ત્રણેય ભગવાનનું પરંપરાગત 'મામેરું' રથ સુધી લાવી વિધિવત રીતે ભરાયું હતું. ગ્યાસુદ્દીન શેખે જગન્નાથ મંદિરના મહંતનું સ્વાગત કર્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં ગંગા-જમુની સંસ્કૃતિ જોવા મળી હતી. ભાજપ લઘુમતી મોરચાના હોદ્દેદારો, મુસ્લિમ ધર્મગુરુઓ, સૂફી સંતો અને મુસ્લિમ બિરાદરો રથયાત્રાના સ્વાગતના પોસ્ટરો સાથે ઊભા રહ્યા હતા, જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જગન્નાથ મંદિરના મહંતનું સ્વાગત કરી, કોમી એકતાના પ્રતીક તરીકે આકાશમાં કબૂતર ઉડાડ્યા હતા. બે કલાક મોડા રથ દરિયાપુર પહોંચ્યા હતા અમદાવાદના સંવેદનશીલ વિસ્તાર એવા દરિયાપુરમાં 4 વાગ્યે પહોંચતા ભગવાનના ત્રણેય રથ આ વખતે બે કલાક મોડા એટલે કે સાંજે 6 વાગ્યા આસપાસ પહોંચ્યા હતા. આ સમયે વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાએ અમી છાંટણા પણ વરસાવ્યા હતા. રાજ્ય પોલીસ વડા જી.એસ મલિક અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દરિયાપુર તંબુ ચોકીથી કાયદો-વ્યવસ્થા પર ચાંપતી નજર રાખતા જોવા મળ્યા હતા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ પ્રેમ દરવાજા પહોંચ્યા હતા. 10 લાખ કરતા વધુ લોકો દર્શન કરવા રસ્તા પર આવ્યા: હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ન જોયા હોય એટલા બધા લોકો રસ્તા પર ઉમટ્યા હતા. 10 લાખ કરતા વધુ લોકો દર્શન માટે રસ્તા પર આવ્યા હતા. તેમજ પ્રશાસન અને પોલીસ દ્વાર ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ બાબુ નામનો હાથી ગત વર્ષે નારાજ થયો હતો તેના માટે પણ આ વર્ષે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. રથયાત્રા દરમિયાન પ્રસાદ મામલે બે પરિવાર વચ્ચે મારામારી રથયાત્રા પ્રેમ દરવાજા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે પ્રસાદને લઈ બે પરિવારો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં કેટલીક મહિલાઓ દ્વારા એક યુવકના વાળ ખેંચીને માર મારવામાં આવ્યો હતો. જે બાદ બંને પરિવારના મહિલા અને પુરુષો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. તો બીજી તરફ ધી કાંટામાં રથ ખેંચવા બાબતે યુવક અને ખલાસીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો વધુ ઉગ્ર બનતા મારામારી થઈ હતી. જોકે, પોલીસકર્મીઓએ તાત્કાલિક તમામને દૂર કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં ભગવાન જગન્નાથની 144મી ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન:ઢોલના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા, અબીલ-ગુલાલ સાથે 'જય રણછોડ'નો નાદ ગુંજ્યો; ઠેર ઠેર રથયાત્રાનું ભવ્ય સાવગત
    Next Article
    41મી રથયાત્રા શાંતિપૂર્વક પૂર્ણ:કૃષિમંત્રી જીતુ વાઘાણી બન્યા સારથિ, રાતે 10:30 વાગ્યે નિજ મંદિરે પહોંચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment