Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    41મી રથયાત્રા શાંતિપૂર્વક પૂર્ણ:કૃષિમંત્રી જીતુ વાઘાણી બન્યા સારથિ, રાતે 10:30 વાગ્યે નિજ મંદિરે પહોંચ્યો

    1 day ago

    ભાવનગરના સુભાષનગર સ્થિત ભગવાનેશ્વર મહાદેવ મંદિરેથી દેશની ત્રીજી અને રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા શ્રદ્ધાભેર પૂર્ણ થઈ. રાતે 10:30 વાગે નિજ મંદિરે રથ પહોંચ્યો. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ સોનાના સાવરણાથી પરંપરાગત "છેડાપોરા" અને "પહિંદ" વિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે કથાકાર મોરારી બાપુ, મેયર ઉષાબેન તલરેજા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા તેમજ સંતો-મહંતો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રામાં 60થી વધુ ટ્રક, આકર્ષક ટેબ્લો જોડાયા વહેલી સવારે વહેલા શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીની પ્રતિમાઓ પૂજન-અર્ચન બાદ રથ પર વિરાજમાન કરવામાં આવી હતી. પરંપરા મુજબ ભોય સમાજના યુવકો દ્વારા દોરડાથી રથ ખેંચીને આગળ ધપાવવામાં આવ્યો હતો. આ રથયાત્રામાં 60થી વધુ ટ્રક, ટ્રેક્ટર, હાથી, ઘોડા, અખાડા, મિની ટ્રેન અને સામાજિક જાગૃતિ દર્શાવતા વિવિધ આકર્ષક ફ્લોટ્સ જોડાયા હતા. શ્રેષ્ઠ ફ્લોટ્સ માટે સ્પર્ધાનું આયોજન પણ કરાયું છે, જેમાં વિજેતાઓને ઇનામો આપવામાં આવશે. રથયાત્રાના રૂટ પર ઠેર-ઠેર પ્રસાદનું વિતરણ યાત્રામાં ભક્તો માટે 3 ટન ચણાના પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત સમગ્ર રૂટ પર વિવિધ સામાજિક સંસ્થાઓ અને ભાવિકો દ્વારા ઠંડા પાણી, છાશ, શરબત, દૂધ, પૌંવા અને શીરા જેવી પ્રસાદીનું ઠેર-ઠેર વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેર "જય જગન્નાથ"ના જયઘોષ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. સુરક્ષા માટે 4000 પોલીસ જવાનો તૈનાત આ રથયાત્રા શહેરના નિર્ધારિત 17.5 કિલોમીટરના માર્ગ પર ફરીને રાત્રે 10 વાગે નિજ મંદિરે પરત ફરશે. યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે 4000થી વધુ પોલીસ કર્મીઓ, એસ.આર.પી. અને હોમગાર્ડ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સિવાય ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા અને વોચ ટાવર દ્વારા સમગ્ર રૂટ પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભગવાન જગન્નાથ જમાલપુર નિજ મંદિર પરત ફર્યા:149મી રથયાત્રામાં 10 લાખ ભક્તો ઉમટ્યા, બે મારામારીની ઘટના; અકસ્માત અને બેભાન થવા સહિતના 51 ઈમરજન્સી કેસ નોંધાયા
    Next Article
    રાજેશ ડાભી ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી બન્યા:લાલપુર કોળી સમાજ દ્વારા ભવ્ય સન્માન સમારોહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment