Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ભગવાન જગન્નાથની 144મી ભવ્ય રથયાત્રા શાંતિપૂર્ણ સંપન્ન:ઢોલના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા, અબીલ-ગુલાલ સાથે 'જય રણછોડ'નો નાદ ગુંજ્યો; ઠેર ઠેર રથયાત્રાનું ભવ્ય સાવગત

    1 day ago

    પાટણના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની પરંપરાગત રથયાત્રાનું આયોજન કરાયું છે. રથયાત્રાના પ્રસ્થાન પૂર્વે વહેલી સવારે ભગવાનની વિશેષ પૂજા-વિધિ, પરંપરાગત પહીંદ વિધિ અને દિવ્ય મંગળા આરતી યોજાઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. વર્ષોની પરંપરા અનુસાર, અષાઢી બીજની શુભ પ્રભાતે જગન્નાથ મંદિરમાં ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો હતો. ભગવાન જગન્નાથ તેમના પરિવાર સાથે રજવાડી ઠાઠ અને જરીવાળા ઝરકસી વાઘામાં સજ્જ થઈ ભક્તોને દર્શન આપવા તૈયાર થયા. રથયાત્રા પહેલાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની શાસ્ત્રોક્ત પદ્ધતિથી પહીંદ વિધિ સંપન્ન કરાઈ. ત્યાર બાદ ભગવાનને કોળા ગાવર, શાક, ખીચડી અને મિસરીનો અન્નકૂટ ભોગ ધરાવાયો. આ પ્રસંગે શામળિયા પરિવારની દિવ્ય મંગળા આરતી ઉતારવામાં આવી હતી. મંદિર પરિસરમાં ઉપસ્થિત હજારો શ્રદ્ધાળુઓએ ‘જય રણછોડ, માખણ ચોર’ના ગગનભેદી નાદ સાથે મંગળા આરતીના દર્શન કર્યા હતા. મહાઉત્સવને પગલે વહેલી સવારથી જ શામળિયાના દર્શન માટે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાનો માહોલ છવાયો. પાટણની 1.5 કિમી લાંબી રથયાત્રામાં નૃત્યો અને ઊંટ ઘોડા સાથે 7 ડીજે સાથે 1.5 કિમીની આ રથયાત્રા‎માં ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાની 125 ઝાંખી‎ઓ, 4બેન્ડ, 7 ડીજે, ઊંટ, ઘોડા અને અંદાજે 30 ઊંટલારીઓ‎ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.‎ પંજાબનો ભાંગડા, મણિપુરી નૃત્ય, ભરતનાટ્યમ અને‎ગુજરાતના ગરબા સહિત દેશની વિવિધ સંસ્કૃતિઓનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું. દુર્ગવાહીનીની બહેનોએ શૌર્યપ્રદર્શન કર્યું અને આંખે પાટા બાંધી તલવારબાજી કરી સૌને આવક કરી દીધા હતા.
    Click here to Read More
    Previous Article
    NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ પાસ:જેમાં 58%થી વધુ વિદ્યાર્થિનીઓ; આઠ રાજ્યોના 17 ટોપર્સને 700થી વધુ ગુણ
    Next Article
    ભગવાન જગન્નાથ જમાલપુર નિજ મંદિર પરત ફર્યા:149મી રથયાત્રામાં 10 લાખ ભક્તો ઉમટ્યા, બે મારામારીની ઘટના; અકસ્માત અને બેભાન થવા સહિતના 51 ઈમરજન્સી કેસ નોંધાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment