Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠગાઇ:મહુવા બેલુર વિદ્યાલયના પૂર્વ ગૃહપતિની આઠ વાલીઓ સાથે રૂ.14830ની ઠગાઇ

    3 days ago

    મહુવા પંથકમાં આવેલી બેલુર વિદ્યાલયમાં અભ્યાસ કરતા આઠેક જેટલા વિદ્યાર્થીના વાલી પાસેથી વિદ્યાલના પૂર્વ ગૃહપતિએ ઠગાઇ આચરી હતી. માઢીયા ગામની સીમમાં આવેલી બેલુર વિદ્યાલયમાં વહિવટી કામગીરી સંભાળતા પ્રવિણભાઇ માધાભાઇ નકુમએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હોસ્ટેલમાં રહેતા બાળકોને બિમારી સબબ કે સ્ટેશનરી ખર્ચ માટે રૂપિયાની જરૂર ઉભી થયા છે. જેથી દરેક વિદ્યાર્થીની ખાતાવહી અલગ અલગ રાખવામાં આવી છે અને જે ખાતાવહીમાં રૂપિયા ખૂટે એટલે જે તે વિદ્યાર્થીના વાલીને ફોન કરીને હોસ્ટેલના બેંક ખાતામાં રૂપિયા વાલી પાસેથી મેળવવામાં આવે છે. જેથી હોસ્ટેલમાં રહેતા રૂષિકભાઇ નામના વિદ્યાર્થીને રૂપિયાની જરૂર પડતાં તેમના વાલીને ફોન કરીને જાણ કરી હતી. પરંતુ રૂષિકભાઇના વાલીએ જણાવેલ કે, બેલુર વિદ્યાલના ગૃહપતિના મોબાઇલ નંબર ઉપરથી મને ફોન આવેલ હતો અને પોતે બેલુર સ્કુલના ગૃહપતિ બોલું છું તેમ જણાવેલ અને એક ક્યુ આર કોડ મોકલેલ જેમાં 2000 જમા કરાવેલ હોવાનું જણાવ્યું હતું. જે બાદ પ્રવિણભાઇ નકુમભાઇએ તપાસ કરતા અન્ય આઠ જેટલા વિદ્યાર્થીઓના વાલી પાસેથી પણ કોઇ વ્યક્તિએ બેલુર વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી રૂા. 14830 મેળવી લીધાનું જણાઇ આવ્યું હતું. જેમાં ઊંડાણપૂર્વકની તપાસ કરતા પૂર્વ ગૃહપતિ રાકેશ નરશીભાઇ ચુડાસમાએ ગૃહપતિની ઓળખ આપી તેમના સંબંધી રાકેશ મધુભાઇ મકવાણાનો ક્યુ આર કોડ મોકલી, મધુભાઇના બેંક ખાતામાં રૂા. 14,830 જમા કરાવી, શાળાને ન આપી, પોતાના અંગત લાભ માટે ખર્ચ કરી, વાલી તેમજ શાળા સાથે ઠગાઇ આચર્યાની પ્રવિણભાઇ નકુમે બંન્ને વિરૂદ્ધ મહુવા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભર ઉનાળે પાણીની મોકાણ સર્જાઈ:જિટોડીયા કોર્ટ વિસ્તારમાં પાણીની મોટર ફુંકાઇ જતાં 400 પરિવારને રઝળપાટ
    Next Article
    લાંચ કેસમાં થશે કાર્યવાહી:બે લાખની લાંચમાં સપડાયેલ DFOને સસ્પેન્ડ કરાશે ACB આરોપીના વતનમાં મિલકતની તપાસ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment