Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાંચ કેસમાં થશે કાર્યવાહી:બે લાખની લાંચમાં સપડાયેલ DFOને સસ્પેન્ડ કરાશે ACB આરોપીના વતનમાં મિલકતની તપાસ કરશે

    3 days ago

    ભાવનગર શહેરમાં ચારેક દિવસ અગાઉ ચાર જિલ્લાનો ડેપ્યુટી રિઝનલ ફાયર ઓફિસર અને તેનો પેટા કોન્ટ્રાક્ટર વચેટીયો બે લાખની લાંચ કેસમાં એ.સી.બી.ના છટકામાં રંગેહાથે ઝડપાઇ ગયા હતા. જે ઘટના બનતા સરકારી અધિકારીઓમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. સર ટી. હોસ્પિટલ નજીક ગોઠવાયેલા છટકામાં પોલીસે બે લાખ રૂપિયા રીકવર કર્યા હતા અને તપાસને ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી છે. જે મામલે લાંચ કેસમાં લાંચિયા અધિકારીને વડી કચેરી સસ્પેન્ડ કરશે તેમજ મિલ્કતની તપાસ કરાશે તેમ એ.સી.બી.ના અધિકારીએ જણાવ્યું હતું. ભાવનગર જિલ્લામાં ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર મુકેશકુમાર અમૃતલાલ પટેલને ચીફ ઓફિસરનું પ્રમોશન આવે તે અગાઉ જ બે લાખની લાંચમાં આણંદ-અમદાવાદ એ.સી.બી.ના છટકામાં ફસાયો છે. તેમજ અધિકારી વતી લાંચ લેતો વચેટીયો પણ પોલીસની તપાસમાં પેટા કોન્ટ્રાક્ટર હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે. જિલ્લાની જુદી જુદી શાળાઓની બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીને લગતા સાધનો ઇન્સ્ટોલ કરવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા પેટા કોન્ટ્રાક્ટરની ફાઇલો પાસ કરવા માટે મુકેશકુમારે પાંચ લાખની માંગણી કરી હતી અને બાદમાં પચાસ હજાર રૂપિયા લઇ પણ લીધા હતા. જે બાદ બાકીના રૂા. 4.50 પૈકી રૂા. 2 લાખ લેવા માટે શ્રી એન્ટરપ્રાઇઝ નામે ફર્મ ધરાવતો પેટા કોન્ટ્રાક્ટર પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણ સાથે મેળાપીપણું કરી, પ્રકાશને બે લાખ રૂપિયા લેવા માટે ફરિયાદી પાસે મોકલ્યો હતો. જે દરમિયાન એ.સી.બી.એ છટકું ગોઠવી બે લાખની રકમ રીકવર કરી, મુકેશકુમાર પટેલ અને પ્રકાશ ચૌહાણની ધરપકડ કરી હતી. જે કેસની તપાસ કરતા એ.સી.બી. અધિકારી ટી.એસ.રીઝવીએ જણાવ્યું હતું કે, મુકેશકુમારનું વતન મહેસાણા જિલ્લાનું રાણાવાવ ગામ છે જ્યાં તેના વતને આવેલી મિલ્કતની તપાસ કરાશે તેમજ તેની વડી કચેરીથી અન્ય માહિતી મંગાવવામાં આવી છે, એક વર્ષ અગાઉ જ અધિકારીને નોકરી મળી હતી. અને ડાયરેક્ટર ઓફ સ્ટેટ ફાયર પ્રિવેન્સન સર્વિસ ગાંધીનગર દ્વારા મુકેશકુમારને સસ્પેન્ડ કરાય તેવી પણ શક્યતા છે. વચેટિયા પેટા કોન્ટ્રાક્ટરને આવાસમાં મકાન મળ્યું છે લાંચિયા અધિકારી મુકેશકુમાર પટેલ વતી લાંચ લેવા માટે પેટા કોન્ટ્રાક્ટર પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણ ગયો હતો. જે દરમિયાન સર ટી. હોસ્પિટલના ગેટ પાસે બે લાખ રૂપિયાની લાંચ સ્વિકારતા પોલીસે ઝડપી લીધો હતો. હાલ પ્રકાશ ચૌહાણ આનંદનગર વિમાના દવાખાના પાસે રહે છે અને પ્રકાશને ભાવનગરના રીંગરોડ ઉપર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ મકાન મળ્યાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ઠગાઇ:મહુવા બેલુર વિદ્યાલયના પૂર્વ ગૃહપતિની આઠ વાલીઓ સાથે રૂ.14830ની ઠગાઇ
    Next Article
    સગાપરા ધાર ક્ષેત્રમાં રામકથા:બ્રહ્મ, પુરુષ, જીવ, ધર્મ, સ્વભાવ, સત્ય અને સાધુએ સનાતન સપ્તક : પૂજ્ય મોરારિબાપુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment