Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર-કચ્છની 148 ITIમાં એડમિશનમાં 15%નો ઉછાળો:AI, સોલાર ટેકનિશિયન, થ્રીડી પ્રિન્ટિંગ, ગ્રીન હાઈડ્રોજન, ઇલેક્ટ્રિક વ્હીકલના નવા કોર્સમાં પ્રવેશનો ક્રેઝ વધ્યો

    1 day ago

    સૌરાષ્ટ્ર-કચ્છની 148 આઈટીઆઈમાં આ વર્ષે એડમિશનમાં 15 ટકાનો ઉછાળો આવ્યો છે. ગત વર્ષે રોજગારલક્ષી કોર્સિસમાં પ્રવેશના બે રાઉન્ડ બાદ 20,787 એડમિશન થયા હતાં, જેની સામે આ વર્ષે 24,586 પ્રવેશ થયા છે. જેનું કારણ એ છે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રિક વિહીકલ, ગ્રીન હાઇડ્રોજન, થ્રી ડી પ્રિન્ટિંગ, સોલાર ટેકનિશિયન જેવા નવા કોર્સ શરૂ કરાયા, જે યુવાનોને સારી જોબ ઓપોર્ચ્યુનિટી અપાવે છે. નવા કોર્સમાં રોજગારીની ઘણી તકો રાજકોટ રિજિયનની ITI કચેરીના નાયબ નિયામક કૌશિક કણઝારીયાએ જણાવ્યું કે, રાજકોટ રિજિયનમાં આવતા સૌરાષ્ટ્ર-કચ્છની સરકારી અને સેલ્ફ ફાઈનાન્સ સહિત 148 ITIમાં આ વર્ષે કૌશલ્ય વિકાસના કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રિક વિહીકલ, ગ્રીન હાઇડ્રોજન, એડિટિવ મેન્યુફેક્ચરિંગ, સર્વેયર, સોલાર ટેકનિશિયન જેવા અલગ-અલગ કોર્સ શરૂ કર્યા છે. આ કોર્સ ઇન્ડસ્ટ્રીઝની માગ આધારિત છે, જેનાથી યુવાનોમાં પણ ખૂબ જ ક્રેઝ છે. રોજગારીની પણ ખૂબ વિપુલ તકો રહેલી છે અને એડમિશનમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો છે. એડમિશનનો બીજો રાઉન્ડ 17 ઓગસ્ટથી શરૂ થશે પરિણામની વાત કરીએ તો, અત્યાર સુધીના ફર્સ્ટ એડમિશનમાં, બીજો રાઉન્ડ હજુ બાકી છે. પ્રથમ એડમિશનમાં 20,000થી પણ વધુ વિદ્યાર્થીઓનું એડમિશન થઈ ગયું. બીજા રાઉન્ડની એડમિશન આપવાના બાકી રહ્યા હોય એવા વિદ્યાર્થીઓ માટે 17 ઓગસ્ટથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની છે. બંને રાઉન્ડના અંતે 67% જેટલું એડમિશન અત્યાર સુધી થઈ ચૂક્યું છે. આ વખતે એડમિશનનો પ્રતિસાદ ખૂબ જ સારો છે. 13,000 સીટ હજુ ખાલી સૌરાષ્ટ્રની તમામ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ ITIમાં થઈને 38,000 સીટો ભરવાની છે, જેની સામે 25,000થી પણ વધુ એડમિશન અત્યારે થઈ ગયા છે. ખાસ કરીને જામનગરમાં સોલાર ટેકનિશિયન, રાજકોટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રિકલ વિહીકલ, ગાંધીધામમાં ગ્રીન હાઇડ્રોજન, અમરેલીમાં સાઇડ સર્વેયર, ઇલેક્ટ્રિકલ અને વાયરમેન, સુરેન્દ્રનગરમાં ઓટોકેડ જેવા કોર્સો શરૂ થયા છે જેનો યુવાનોમાં ખાસ ક્રેઝ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કયા નવા કોર્સ થકી એડમિશનમાં ઉછાળો આવ્યો? થ્રીડી પ્રિન્ટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ફાયર ટેકનોલોજી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી મેનેજમેન્ટ, ફાયરમેન, ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શન ટેકનિશિયન, મિકેનિક ઈલેક્ટ્રીક વ્હીકલ, સોલાર ટેકનિશિયન જેવા નવા કોર્સ થકી આ વર્ષે એડમિશનમાં ઉછાળો આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ, અતિશય બ્લિડિંગથી મોત:ગંભીર ઘટના છતાં હોસ્પિટલે પોલીસને જાણ ન કરી; આરોપીના પરિવારે પીડિતાના ઘરે જઈ ધમકી આપી
    Next Article
    રાજકોટ ભાજપના સાંસદે ખરીદેલી જમીનનો વિવાદ:હિરાસર પાસે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહને મળેલી 17 વિઘા જમીનના વેંચાણ સામેનો વાંધો કલેકટરે ફગાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment