Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ, અતિશય બ્લિડિંગથી મોત:ગંભીર ઘટના છતાં હોસ્પિટલે પોલીસને જાણ ન કરી; આરોપીના પરિવારે પીડિતાના ઘરે જઈ ધમકી આપી

    1 day ago

    ગાંધીનગરના કલોલ તાલુકાની 17 વર્ષની સગીરા પર પેથાપુરના 22 વર્ષીય પ્રેમી દિશાંત ઉર્ફે દીપ શર્માએ હોટલ કેપિટલમાં દુષ્કર્મ આચરતા સગીરાનું મોત થયું છે. પ્રેમીના અત્યાચારના કારણે ગુપ્ત ભાગેથી અતિશય રક્તસ્રાવ થતાં સગીરાના આંતરડા અને કિડનીમાં ગંભીર ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું. ચાર હોસ્પિટલ બદલ્યા બાદ પણ ત્રણ દિવસથી બેભાન હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ સગીરાનું મોત નીપજ્યું છે. સગીરાને સૌથી પહેલા રાંધેજાની ડિવાઇન હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાંથી સરગાસણની SGS હોસ્પિટલ દાખલ કરવા પ્રયાસ કર્યો. જોકે બંને હોસ્પિટલમાં દાખલ ન થઈ શકતા સરગાસણની પગરવ હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં દુષ્કર્મીના પિતા ભરતભાઈએ પોતે જ સગીરાના વાલી હોવાનો કારસો રચી એડમિટ કરી દીધી હતી. ત્યાં સુધી સગીરાના અસલી પિતા કે પરિવારને આ અંગે ખબર ન હતી. ત્યાર બાદ પરિવારને આ અંગે જાણ થતાં તેને એડવાન્સ હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં મહિલા ગાયનેકે સગીરાના ઇન્ટર્નલ પાર્ટમાં ટાંકા લીધા હતા. જોકે વધુ પડતું બ્લિડિંગ થવાથી ફેફસા અને આંતરડામાં ઇન્ફેક્શન ફેલાાઈ જતા તેને વેન્ટિલેટર પર લીધી હતી. ત્યાં સુધી હોસ્પિટલે પોલીસને જાણ કરી ન હતી. બીજા દિવસે જ્યારે સગીરાના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા પછી પોલીસને જાણ કરાઈ હતી. જ્યાં મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાને કારણે મધરાતે સગીરાએ દમ તોડ્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે, ગઈકાલ બપોર સુધી પગરવ હોસ્પિટલ દ્વારા સારવારનો ખેલ ચાલુ રાખવામાં આવ્યો હતો. પરંતુ દીકરીની હાલતમાં કોઈ ફેર પડી રહ્યો ન હતો. અમને મળવા દેતા પણ ન હતા. બાદમાં પરિવારને મેડિકલી ક્રિટિકલની સમજ આપીને ડિસ્ચાર્જ પેપર પર સહીઓ લઈ લીધી હતી. PI અંકુર દેસાઈએ કહ્યું કે, આરોપીને રાઉન્ડ અપ કર્યો. પ્રાથમિક તપાસમાં દુષ્કર્મની ઘટના સેકટર 16ના એક ગેસ્ટ હાઉસમાં બની હોવાનું સામે આવ્યું છે. ફોરેન્સિક ટીમને સાથે રાખી પેનલથી પોસ્ટમોટમ કરવામાં આવ્યું છે. પરિવારે આખી રાત દીકરીને શોધી, સવારે આરોપીના પિતા માણસો સાથે ઘરે પહોંચ્યાં મૃતક સગીરાના પરિવારજનોએ આક્રોશ સાથે જણાવ્યું કે, અમારી દીકરીની દોઢ વર્ષ અગાઉ સગાઈ થઈ હતી. છઠ્ઠી તારીખે દીકરી કોલેજ ગઈ હતી. બપોરે 1 વાગ્યે તેની સાથે વાતચીત થતા તે સરખેજ માસીના ઘરે જવાની હતી, પરંતુ સાત વાગ્યા સુધી તે પહોંચી ન હતી. અમે આખીરાત તેને શોધવામાં કાઢી હતી. બીજા દિવસે સવારના 5:30 વાગ્યે આરોપી દિશાંત ઉર્ફે દીપના પિતા ભરતભાઈ 10થી 12 લોકોને લઈને અમારા ઘરે આવ્યા હતા અને દીકરીને દિશાંત સાથે પ્રેમ સંબંધ હોવાનો દાવો કર્યો હતો. ગંભીર ઘટના છતાં હોસ્પિટલે પોલીસને જાણ ન કરી અમને વધુમાં કહ્યું કે, દીકરીને આચંકી આવી હોવાથી સરગાસણ પગરવ હોસ્પિટલમાં દાખલ કરી. અમે ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે, દીકરી-જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ત્યાં સુધીમાં તો ભરતભાઈ (આરોપીના પિતા) સહિતના લોકો ત્યાંથી રવાના થઈ ગયા. આટલો ગંભીર બનાવ છતાં પગરવ હોસ્પિટલે પણ અમારા પહોંચ્યા પછી પોલીસને જાણ કરી હતી. આમાં હોસ્પિટલની પણ ગંભીર બેદરકારી છે. હોસ્પિટલમાંથી જ જાણવા મળ્યું કે, ભરતભાઈએ મારી દીકરીના વાલી બની એડમિટ કરાવી હતી. પૈસાની ઓફર સાથે પરિવારને મારી નાખવાની ધમકી જ્યારે પીડિતાના પિતાએ કહ્યું, આરોપીના પિતાએ સમાધાન કરી કેસ દબાવવા પૈસાની પણ ઓફર કરી હતી, અમારે પૈસા નહીં પણ ન્યાય જોઈએ છે. પીડિતાની માતાએ કહ્યું કે, મારી દીકરીને પ્રવાહી પીવડાવીને દીપ લઈ ગયો હતો. ઘટનાબાદ 10થી 12 લોકોએ અમને ઘરે આવીને ધમકી આપી હતી કે, તમે જો પોલીસ કેસ કરશો તો તમને મારી નાંખીશુ. મારી દીકરીનું બેગ, સોનાની ચેઈન, મોબાઈલ કે તેના કપડાં પણ મારી પાસે નથી.
    Click here to Read More
    Previous Article
    શાહનવાઝ ખાને લોંગ જમ્પમાં બ્રોન્ઝ જીત્યો:U20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનો ત્રીજો મેડલ, ત્રીજા રાઉન્ડમાં 7.84 મીટરની છલાંગ લગાવી
    Next Article
    સૌરાષ્ટ્ર-કચ્છની 148 ITIમાં એડમિશનમાં 15%નો ઉછાળો:AI, સોલાર ટેકનિશિયન, થ્રીડી પ્રિન્ટિંગ, ગ્રીન હાઈડ્રોજન, ઇલેક્ટ્રિક વ્હીકલના નવા કોર્સમાં પ્રવેશનો ક્રેઝ વધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment