Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર ફ્રોડનો આરોપી મુંબઈથી ઝડપાયો:ભરૂચ પોલીસે મોબાઈલ હેક કરી રૂ.1.48 લાખની છેતરપિંડીના ગુનાનો ભેદ ઉકેલ્યો

    9 hours ago

    ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે મોબાઈલ ફોન હેક કરીને બેંક ખાતામાંથી રૂ. 1.48 લાખની ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે મુંબઈના કાંદિવલી પૂર્વ વિસ્તારમાંથી એક આરોપીની ધરપકડ કરી છે. આ અંગે 17 માર્ચ, 2026ના રોજ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ BNS કલમ 318(4) તથા IT એક્ટની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદીના મોબાઈલ ફોનને હેક કરીને આરોપીએ તેમની જાણ બહાર ઝાડેશ્વર સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી ફોન-પે UPI દ્વારા 5 માર્ચે રૂ. 50 હજાર અને 6 માર્ચે રૂ. 98 હજાર, એમ કુલ રૂ. 1.48 લાખ ઉપાડી લીધા હતા. ગુનો અનડિટેક્ટ હોવાથી તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ચૌધરીએ ટેકનિકલ એનાલિસિસના આધારે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. તપાસમાં છેતરપિંડીથી ઉપાડવામાં આવેલી રકમ મુંબઈની એક બેંકમાં જમા થઈ હોવાનું સામે આવ્યું હતું. આથી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસની એક ટીમ મુંબઈ રવાના કરવામાં આવી હતી. પોલીસ ટીમે ટેકનિકલ તપાસ અને અન્ય પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ બેંક એકાઉન્ટ ધારક અવિનાશ રામઅવધ યાદવને કાંદિવલી પૂર્વ, મુંબઈથી ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બાવળાના 'ગેલોપ્સ પાર્ક'માં ફસાયેલા 900 લોકોનું રેસ્ક્યૂ:કર્ણાવતી ક્લબ પાછળ આવેલા કરોડોના બંગલા જળમગ્ન, લોકોને બહાર કાઢવા આર્મી ઉતારવી પડી; 4 વાગ્યા સુધી રેડએલર્ટ
    Next Article
    'અડધી રાતે જરૂર પડે તો ફોન કરજો':ખાડીપૂર વચ્ચે GIDC PIની અનોખી પહેલ, લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા અને સતર્ક રહેવા માર્ગદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment