Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મેં સોનું ઓછું ખરીદવા કહ્યું હતું, લોકોના પૈસા બચી ગયા':કૌશલ્ય દીક્ષાંત સમારોહમાં PMએ કહ્યું- 'AI તમારી રોજગારી નહીં છીનવી શકે, સ્કિલ્સની જરૂરિયાત હંમેશાં રહેશે'

    15 घंटे पहले

    PM નરેન્દ્ર મોદીએ શનિવારે લખનૌમાં ચાલી રહેલા 5મા રાષ્ટ્રીય કૌશલ્ય દીક્ષાંત સમારોહમાં હાજરી આપી. PMએ અહીં દેશભરમાંથી આવેલા નેશનલ ટોપર્સનું સન્માન કર્યું. વડાપ્રધાને કહ્યું કે કહ્યું- ITIમાં શીખેલું તમારું કૌશલ્ય આજે ભારતની ઊર્જા છે, તમે જ વિકસિત ભારત બનાવશો. આ વાત સારી રીતે સમજી લો, જેના પાસે કૌશલ્ય છે તેની પાસેથી રોજગાર કોઈ છીનવી શકતું નથી. આ પહેલાં PM મોદીએ સીએમ યોગી સાથે વાત કરી. યોગી આજે જ હરિદ્વારમાં પોતાની માતા સાવિત્રી દેવીના અંતિમ સંસ્કાર કરીને બપોરે લખનૌ પહોંચ્યા. આ પહેલાં સવારે PM નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે પશ્ચિમ બંગાળના IIT ખડગપુરની પ્લેટિનમ જ્યુબિલી એટલે કે સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં હાજરી આપી. PMએ આ પ્રસંગે સિક્કો બહાર પાડ્યો. 23 મિનિટના ભાષણમાં તેમણે ઇનોવેશન, ડેવલપમેન્ટ અને IIT ખડગપુર વિશે વાત કરી. PM મોદીએ કહ્યું- જ્યારે મેં સેમિકન્ડક્ટર મિશનની શરૂઆત કરી ત્યારે સવાલો ઉઠ્યા કે તેની શું જરૂર છે, આ દેશ પણ બનાવી રહ્યો છે અને પેલો દેશ પણ બનાવી રહ્યો છે. આપણે બનાવીને શું મેળવી લઈશું. મોદીએ કહ્યું- ભારતમાં 50 વર્ષ પહેલાં એક કંપની સેમિકન્ડક્ટર બનાવવા આવી હતી, પરંતુ તેને લાલ ઝંડો બતાવીને રોકી દેવામાં આવી. જ્યારે હું આવ્યો ત્યારે અધિકારીઓ સાથે ખુદ બેસીને ફાઇલો તૈયાર કરાવી. આજે ભારતમાં ચાર વર્ષમાં અનેક સેમિકન્ડક્ટર સુવિધાઓ શરૂ થઈ છે. IIT ખડગપુરના 75 વર્ષ પૂર્ણ થવા પર સિક્કો બહાર પાડ્યો
    Click here to Read More
    Previous Article
    ठंड में हड्डियां हो रही हैं दर्द, ये 2 घरेलू नुस्खे दिला सकते हैं राहत
    Next Article
    શોર્ટકટમાં માલામાલ થવાનું સપનું ભારે પડ્યું:પેથાપુરના રહીશને જૂના સિક્કા અને નોટોના બદલામાં કરોડો મળવાની લાલચમાં 1.48 લાખનો ચૂનો લાગ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment