Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં સિનિયર સિટીઝન સાથે 14.74 લાખની સાયબર ઠગાઈ:બેંક કર્મચારી બની ફેક HDFC એપ ઇન્સ્ટોલ કરાવી, ક્રેડિટ કાર્ડમાંથી લાખો રૂપિયા ઉપાડી લીધા

    1 day ago

    સુરતના પાલ વિસ્તારમાં આવેલા બેન્ક્વેટ હોલમાં ગયેલા 61 વર્ષીય નિવૃત્ત વ્યક્તિને ટાર્ગેટ બનાવી સાયબર ઠગોએ HDFC બેંકના નામે ₹14.74 લાખથી વધુની ઓનલાઇન છેતરપિંડી આચરી છે. આરોપીઓએ સિનિયર સિટીઝન બેનિફિટ અને ક્રેડિટ લિમિટ વધારવાની લાલચ આપી મોબાઇલમાં ફેક એપ (APK File) ઇન્સ્ટોલ કરાવી હતી. પહેલા વોટ્સએપ મેસેજ કર્યો અને બાદમાં વીડિયો કોલ શાહપોર ખાતે રહેતા 61 વર્ષીય વૃદ્ધના મોબાઈલ પર 12 જુલાઈના રોજ બપોરે 12:47 વાગ્યે એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. આ પ્રોફાઇલ પર HDFC બેંકનો સત્તાવાર લોગો લાગેલો હતો. ત્યારબાદ અજાણ્યા શખ્સે વીડિયો કોલ કરીને પોતાને HDFC બેંકનો કર્મચારી ગણાવ્યો હતો. તેણે જયેશભાઈને જણાવ્યું કે, "બેંક તરફથી સિનિયર સિટીઝન બેનિફિટ કાર્ડ ઓફર કરવામાં આવી રહ્યું છે, જેનાથી પેટ્રોલ અને રેલવે ટિકિટ પર ખાસ ડિસ્કાઉન્ટ અને લાભ મળશે." ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારવાની લાલચ આપી ઠગબાજે જયેશભાઈ પાસેથી તેમના ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી હતી અને વીડિયો કોલ ચાલુ રાખીને ક્રેડિટ કાર્ડ બંને બાજુથી સ્ક્રીન પર બતાવવા કહ્યું હતું. આ ઉપરાંત, ક્રેડિટ કાર્ડની લિમિટ ₹10 લાખ સુધી વધારી આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ ઠગે વોટ્સએપ પર 'HDFC Bank.apk' નામની એક ફાઇલ મોકલીને તેને મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવા જણાવ્યું હતું. ભોગ બનનારે પ્રોસેસ મુજબ એપ ઇન્સ્ટોલ કરી લીધી હતી. બે ટ્રાન્ઝેક્શનમાં 14.74 લાખ ઉપાડી લીધા એપ ઇન્સ્ટોલ થયાની થોડી જ ક્ષણોમાં જયેશભાઈના ક્રેડિટ કાર્ડમાંથી બે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હતા: સાયબર હેલ્પલાઇન માટે આ નંબર પર સંપર્ક કરવો મોબાઇલ પર પૈસા કપાયાના મેસેજ આવતા જયેશભાઈ ચોંકી ગયા હતા. તેમણે તાત્કાલિક બેંકનો સંપર્ક કરતા સાયબર ફ્રોડ થયો હોવાની જાણ થઈ હતી. તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી. હાલ પોલીસે ફેક એપ મોકલનાર મોબાઈલ નંબર અને ટ્રાન્ઝેક્શન વિગતોના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વૈજનાથ મહાદેવ મંદિરે 70 કિલો રંગથી શણગાર:શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય ત્રિપુંડની રંગોળી તૈયાર
    Next Article
    સોમનાથ મહાદેવને શ્રાવણ વદ બારસે દિવ્ય ભસ્મ શૃંગાર:શિવપુરાણ અનુસાર ભસ્મ સૃષ્ટિના અંતનો ગૂઢ સંદેશ આપે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment