Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ મહાદેવને શ્રાવણ વદ બારસે દિવ્ય ભસ્મ શૃંગાર:શિવપુરાણ અનુસાર ભસ્મ સૃષ્ટિના અંતનો ગૂઢ સંદેશ આપે છે

    1 day ago

    પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને શ્રાવણ વદ બારસે વિશિષ્ટ ભસ્મ શૃંગાર કરવામાં આવ્યો હતો. અરબી સમુદ્રના કિનારે બિરાજમાન સોમનાથ મહાદેવના દિવ્ય ભસ્મ શૃંગારના દર્શન કરવા મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. ધર્મશાસ્ત્રો અનુસાર, અન્ય દેવી-દેવતાઓ વૈભવ અને સંપત્તિ વચ્ચે સિંહાસન પર બિરાજે છે. જોકે, દેવાધિદેવ મહાદેવ માતા પાર્વતી સાથે કૈલાસ પર્વતની ગુફામાં નિવાસ કરે છે અને વૈભવના પ્રતીકોને બદલે મૃગચર્મ તથા ભસ્મ ધારણ કરે છે. મહાદેવનું આ સ્વરૂપ સાદગી સાથે જીવનના ગહન સત્યનો સંદેશ આપે છે. ભસ્મ શૃંગાર પાછળ એક પૌરાણિક કથા પ્રચલિત છે. માન્યતા અનુસાર, માતા પાર્વતીએ પૂર્વજન્મમાં પ્રજાપતિ દક્ષની પુત્રી સતી તરીકે અવતાર લીધો હતો. દક્ષના યજ્ઞમાં ભગવાન શિવનું અપમાન થતાં સતી માતાએ યોગાગ્નિ દ્વારા દેહત્યાગ કર્યો હતો. સતીના દેહત્યાગથી ક્રોધિત થયેલા ભગવાન શિવ તેમના દેહને લઈને ત્રણેય લોકમાં ભટક્યા હતા. ત્યારબાદ તેમણે સતીના દેહની ચિતાભસ્મને પોતાના શરીરે ધારણ કરી હતી. ત્યારથી મહાદેવના ભસ્મ શૃંગારની પરંપરા આ કથા સાથે જોડાયેલી હોવાનું મનાય છે. ભસ્મ માત્ર શૃંગાર નથી, પરંતુ સૃષ્ટિના શાશ્વત સત્યનું પ્રતીક છે. શિવપુરાણ અનુસાર, સૃષ્ટિના અંતે તમામ ભૌતિક વસ્તુઓ ભસ્મમાં પરિવર્તિત થાય છે. આથી ભસ્મને સૃષ્ટિનો સાર માનવામાં આવે છે. મહાદેવ પોતાના ભસ્મ ધારણ કરેલા સ્વરૂપથી એ સંદેશ આપે છે કે ગમે તેટલી શક્તિશાળી કે વૈભવશાળી વસ્તુ હોય, તેનો અંત નિશ્ચિત છે. ચારેય યુગોના અંતે સૃષ્ટિનો વિનાશ અને ત્યારબાદનું વિલય એ સનાતન ચક્રનો ભાગ મનાય છે. મહાદેવ પ્રલયના દેવ તરીકે આ અંતિમ સત્યના સાક્ષી છે. તેમના અંગ પર ધારણ કરેલું ભસ્મ એ સંદેશ આપે છે કે અંતે સમગ્ર સૃષ્ટિનું પરમ તત્વમાં વિલય થવાનું છે. શ્રાવણ વદ બારસે સોમનાથ મહાદેવના આ અનોખા ભસ્મ શૃંગારના દર્શન કરવા ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં સિનિયર સિટીઝન સાથે 14.74 લાખની સાયબર ઠગાઈ:બેંક કર્મચારી બની ફેક HDFC એપ ઇન્સ્ટોલ કરાવી, ક્રેડિટ કાર્ડમાંથી લાખો રૂપિયા ઉપાડી લીધા
    Next Article
    LLB સેમ.1,2 નું 6 માસ બાદ પણ પરિણામ બાકી!:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ રિઝલ્ટ જાહેર કરવામાં નબળો પૂરવાર, વિદ્યાર્થીઓમાં ભારે રોસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment