Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોળકા-ખેડા હાઈવે પરથી 1.47 કરોડના પોસડોડાનો જથ્થો ઝડપાયો:અમદાવાદ SOGએ 696 કિલો જથ્થો અને ટ્રક જપ્ત કરી રાજસ્થાનના ડ્રાઈવરને પકડ્યો

    7 hours ago

    અમદાવાદ ગ્રામ્ય SOGએ ધોળકા-ખેડા હાઈવે પરથી 1.47 કરોડ રૂપિયાનો પોસડોડાનો જથ્થો ઝડપ્યો છે. ખાત્રીપુર ગામ પાસે એક ટ્રકમાંથી 696.940 કિલોગ્રામ પોસડોડા મળી આવ્યો હતો. પોલીસે ટ્રક સહિત કુલ 1,47,14,161.80 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાજસ્થાનના ટ્રકચાલક ભૈરારામ રામારામ તરડ (ઉં.વ. 33)ની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 1.04 કરોડ રૂપિયાના પોસડોડા ઉપરાંત 20 લાખનો ટ્રક, 6,000 રૂપિયાના બે મોબાઈલ ફોન અને 32,010 રૂપિયા રોકડાનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં પોસડોડાનો જથ્થો વેચનાર સંતોષ અને મંગાવનાર જેતારામ ભુરારામ કડવાસાની સંડોવણી સામે આવી છે. આ બંને આરોપીઓ હાલ ફરાર છે અને તેમને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતી મૂળના ન્યૂઝીલેન્ડના પૂર્વ ટેસ્ટ ઓપનર જીત રાવલે નિવૃત્તિ લીધી:10 હજારથી વધુ ફર્સ્ટ-ક્લાસ રન બનાવ્યા; પાર્થિવ પટેલનો સ્કૂલ ફ્રેન્ડ હતો
    Next Article
    સૂત્રાપાડામાં અદ્યતન બસ સ્ટેશન બનાવવા માગ:ભાજપના દિલીપસિંહ બારડની Dy.CMને રજૂઆત; વિદ્યાર્થીઓ, મહિલાઓ, વૃદ્ધો સહિત હજારો મુસાફરોની મુશ્કેલી દૂર કરવા ગ્રાન્ટ ફાળવવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment