Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર પ્રભાવિત સુરતીઓને મોટી રાહત, 147 કરોડના વેરા બિલ માફ:3,54,600થી વધુ યુનિટોને ફાયદો, હર્ષ સંઘવીએ કહ્યું- 61 હજારથી વધુ લોકોને કેશડોલ ચૂકવાઈ

    4 days ago

    સુરત શહેરમાં તાજેતરમાં પૂરના પાણીના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ બાદ રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકો તેમજ વેપારીઓના હિતમાં એક બહુ જ મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું છે કે, સુરતના જે પણ વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા હતા, તે તમામ અસરગ્રસ્ત નાગરિકોને મોટી આર્થિક રાહત આપવામાં આવશે. આ વિસ્તારોમાં આવેલા ઘરો, દુકાનો, ફેક્ટરીઓ તેમજ નાના-મોટા ઔદ્યોગિક ખાતાઓમાં જ્યાં પણ પાણી પ્રવેશ્યા હતા, તે તમામના વેરા બિલ સંપૂર્ણપણે માફ (100% વેરા માફી) કરી દેવામાં આવ્યા છે. અને 61 હજારથી વધુ લોકોને કેશડોલ સહાય ચૂકવાઈ છે. સુરતના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 5 દિવસથી સતત કરવામાં આવેલા સઘન સર્વેના આધારે આ નિર્ણયને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ શહેરમાં કુલ 3,54,600 જેટલા યુનિટોને આવરી લેવામાં આવ્યા છે, જેના ભાગરૂપે 147 કરોડ રૂપિયાના વેરા બિલ માફીનો સત્તાવાર પરિપત્ર પણ જારી કરી દેવામાં આવ્યો છે. કચેરીઓના ધક્કામાંથી મુક્તિ, ઓનલાઇન અરજી કરી શકશો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પૂર રાહત સહાય પેકેજનો લાભ મેળવવા માટે સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે તંત્ર દ્વારા વહીવટી સુધારા કરવામાં આવ્યા છે. મંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું હતું કે, કોઈપણ સામાન્ય નાગરિકે કે વેપારીએ સહાય મેળવવા માટે સરકારી કચેરીઓ કે કોર્પોરેશનની ઓફિસોના ધક્કા ખાવાની બિલકુલ જરૂર નથી. વહીવટી તંત્ર દ્વારા આખી પ્રક્રિયાને સરળ બનાવવા માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે અને તેની સાથે એક ખાસ ઓનલાઇન પોર્ટલ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. આ ઓનલાઇન પોર્ટલ પર અસરગ્રસ્ત નાગરિકો પોતાના ઘરમાં કે દુકાનમાં થયેલા નુકસાનના ફોટોગ્રાફ્સ અને વીડિયો અપલોડ કરીને સંપૂર્ણ માહિતી ખૂબ જ સરળતાથી ઓનલાઇન ભરી શકશે. આ વેબસાઇટ ઓફિશિયલ પ્રેસ નોટના માધ્યમથી જાહેર જનતા માટે લાઈવ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, નાના વેપારીઓ, લારી-ગલ્લાવાળાઓ અને રેકડી ધારકો જેમની પાસે લાયસન્સ છે અને જેમના મોબાઈલ નંબર સરકારી ડેટાબેઝમાં નોંધાયેલા છે, તેઓને વોટ્સએપના માધ્યમથી સીધી લિંક અને માહિતી મોકલવામાં આવશે, જેથી તેઓ ઘરબેઠા ઝડપથી ફોર્મ ભરી શકે. 61 હજારથી વધુ લોકોને કેશડોલ સહાય ચૂકવાઈ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પ્રાથમિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા મળેલા આંકડા મુજબ, નિયત સમય મર્યાદા સુધીમાં જ સુરત શહેરમાં કુલ 61,360 લોકોને કેશડોલની રકમ ચૂકવી દેવામાં આવી છે. આ સાથે જ, પૂરના પાણીના કારણે જેમના ઘરનો સામાન, અનાજ કે અન્ય કિંમતી ચીજવસ્તુઓ બગડી ગઈ હતી તેવા 29,642 પરિવારોને ઘરવખરી નુકસાની પેટે આર્થિક સહાય સીધેસીધી પહોંચાડી દેવામાં આવી છે. 20 કરોડથી વધુની રકમ અસરગ્રસ્તોના બેંક ખાતામાં અપાઈ અત્યાર સુધીની કુલ કામગીરી પર નજર કરીએ તો, વહીવટી તંત્ર દ્વારા કેશડોલ અને ઘરવખરી સહાયના ગણતરીના દિવસોમાં જ કુલ 20 કરોડ રૂપિયાથી વધુની માતબર રકમ સીધી જ અસરગ્રસ્તોના હાથમાં અથવા બેંક ખાતામાં ચૂકવી દેવામાં આવી છે. પૂરની આફત બાદ લોકો વહેલી તકે પોતાના સામાન્ય જીવન તરફ પાછા ફરી શકે તે માટે આ તાત્કાલિક નાણાકીય સહાય ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહી છે. 'ટીમ ગુજરાત' તરીકે એકસૂત્રતાથી કામગીરી: છેવાડાના માનવી સુધી પહોંચવાનું લક્ષ્ય આ કુદરતી આફતના સમયે રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી માળખું 'ટીમ ગુજરાત'ની ભાવના સાથે એકજુથ થઈને મેદાનમાં ઉતર્યું છે. મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓથી લઈને જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ એક ટીમ તરીકે કામ કરી રહ્યા છે. પૂરના પાણી ઓસરતાની સાથે જ રોગચાળો ન ફેલાય તે માટે સ્વચ્છતા અને જાહેર સ્વાસ્થ્યની ચિંતા સૌથી પહેલા કરવામાં આવી છે. પ્રભાવિત વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અને તબીબી ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. સરકારનો એક જ હેતુ છે કે, મુશ્કેલીની આ ઘડીમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન સહાય પણ દરેક પીડિત સુધી સમયસર પહોંચવી જોઈએ. આ આપત્તિ વ્યવસ્થાપન મોડેલ એ સાબિત કરે છે કે સરકાર જનતાની પડખે માત્ર કાગળ પર નહીં પરંતુ પ્રત્યક્ષ રીતે ઊભી છે. સહાયમાં ક્યાંય કોઈ કચાસ હોય તો વિગતો એકત્ર કરાશે પૂર રાહતની કામગીરીમાં કોઈ ખામી ન રહી જાય તે માટે સ્થાનિક લોકપ્રતિનિધિઓને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. સુરતના તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો, કોર્પોરેટરો તેમજ સ્થાનિક સામાજિક સંસ્થાઓ પોતપોતાના વિસ્તારોમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. લોકપ્રતિનિધિઓ સીધા જનતાના સંપર્કમાં રહીને કેશડોલ કે ઘરવખરીની સહાયમાં ક્યાંય કોઈ કચાસ રહી ગઈ હોય તો તેની વિગતો એકત્ર કરી રહ્યા છે. 'એક પણ સાચો અસરગ્રસ્ત આ સરકારી યોજનાના લાભથી વંચિત નહીં રહે' હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જો હજી પણ કોઈ સોસાયટી કે નાનો મોટો વિસ્તાર પ્રાથમિક સર્વેમાંથી વંચિત રહી ગયો હોય અથવા નાગરિકો તરફથી કોઈ ફરિયાદ મળશે, તો ત્યાં તાત્કાલિક ધોરણે ટીમ મોકલીને કામ પૂર્ણ કરવામાં આવશે. હાલમાં જ તંત્રને વધુ 40 જેટલી પૂર પ્રભાવિત સોસાયટીઓની નવી યાદી મળી છે. આ નવી યાદી વાળી સોસાયટીઓમાં પણ આજથી જ યુદ્ધના ધોરણે નવો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે, જેથી એક પણ સાચો અસરગ્રસ્ત આ સરકારી યોજનાના લાભથી વંચિત ન રહી જાય. કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી રોજબરોજનું મોનિટરિંગ સમગ્ર રાહત પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઓનલાઇન પોર્ટલ પર આવનારી તમામ અરજીઓનો સ્થાનિક સ્તરે બનેલી સમિતિઓ દ્વારા ત્વરિત નિકાલ કરવામાં આવશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પ્રશાસન વચ્ચે સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે જેથી ફંડની ફાળવણી અને વિતરણમાં કોઈ વિલંબ ન થાય. મંત્રીએ ઉમેર્યું કે, આપત્તિના સમયે જનતાને તાત્કાલિક આર્થિક ટેકો આપવો એ સરકારની પ્રાથમિક ફરજ છે અને આ કામગીરી પરિણામલક્ષી બને તે માટે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર કક્ષાએથી રોજબરોજનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટે કહ્યું- ગાળ આપવી દરેક વખતે અશ્લીલતા નથી હોતી:અભદ્ર ભાષા અને અશ્લીલતા અલગ, મા વિશેની ગાળ પણ દરેક કિસ્સામાં ક્રાઈમ નથી
    Next Article
    રૂ. 23.08 કરોડના બોગસ બિલિંગ કેસ:પિતા-પુત્રની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment