Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુપ્રીમ કોર્ટે કહ્યું- ગાળ આપવી દરેક વખતે અશ્લીલતા નથી હોતી:અભદ્ર ભાષા અને અશ્લીલતા અલગ, મા વિશેની ગાળ પણ દરેક કિસ્સામાં ક્રાઈમ નથી

    4 days ago

    સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગાળાગાળી કે અપશબ્દોનો ઉપયોગ કરવો હંમેશા અશ્લીલતાના દાયરામાં આવતો નથી. શુક્રવારે જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની બેન્ચે કહ્યું કે કોઈ શબ્દ ત્યારે જ અશ્લીલ ગણાશે, જ્યારે તે કામુકતાને પ્રોત્સાહન આપનારો હોય અથવા લોકોને ભ્રષ્ટ કરવાની વૃત્તિ ધરાવતો હોય. કોર્ટે આ ટિપ્પણી તમિલનાડુના એક કેસની સુનાવણી દરમિયાન કરી હતી. આરોપી મણિને જમીન વિવાદ દરમિયાન મા વિશેની ગાળ આપવા બદલ અશ્લીલતાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જમીનના વિવાદમાં ગાળાગાળી અને જાતિસૂચક શબ્દો બોલ્યા હતા ઓગસ્ટ 2017માં જમીન વિવાદને લઈને આરોપીએ ફરિયાદી સાથે ગાળાગાળી કરી હતી. પીડિતનો આરોપ હતો કે આરોપીએ જાતિસૂચક શબ્દો પણ કહ્યા હતા. બાદમાં ઘરેથી હથિયાર લાવીને હુમલો કર્યો હતો, જેના કારણે તેની નાકનું હાડકું તૂટી ગયું હતું. નીચલી અદાલતે તેને અશ્લીલતા, ગંભીર ઈજા અને ધમકી માટે દોષિત ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે અશ્લીલતા અને ગુનાહિત ધમકી (IPCની કલમ 506)ના આરોપોમાંથી આરોપીને નિર્દોષ છોડી મૂક્યો. કોર્ટે કહ્યું કે ગાળો આપવાથી કોઈને પરેશાની થઈ, તે સાબિત થયું નથી. જોકે, ફરિયાદીને ગંભીર ઈજા પહોંચાડવા (IPCની કલમ 326)ના કેસમાં તેની સજા યથાવત રાખવામાં આવી છે. આરોપીની ઉંમર આશરે 70 વર્ષ હોવા અને સ્વાસ્થ્યની સ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્ટે તેની સજા ઘટાડી દીધી છે. સાથે જ, તેને 2 મહિનાની અંદર 50,000 રૂપિયાનો દંડ ભરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં વકીલે CJIનું નામ લઈને અપશબ્દો કહ્યા હતા 10 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એક વકીલે હંગામો કર્યો. CJI સૂર્યકાંતને અપશબ્દો કહ્યા અને ફાઇલ પણ ફેંકી. આ દરમિયાન CJI કોર્ટ રૂમમાં હાજર નહોતા. આ ઘટના જસ્ટિસ કે.વી. વિશ્વનાથન, જસ્ટિસ આલોક આરાધેની બેન્ચ સમક્ષ બની. હંગામા બાદ કોર્ટના આદેશ પર સિક્યોરિટીએ વકીલને તરત જ બહાર કાઢી મૂક્યો. જ્યારે તે અરજદાર વકીલે અભદ્રતા શરૂ કરી, ત્યારે કોર્ટ રૂમમાં થોડા સમય માટે સન્નાટો છવાઈ ગયો. દિલ્હી પોલીસ વકીલને પૂછપરછ માટે લઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં અભદ્રતાના કિસ્સાઓ સુપ્રીમ કોર્ટમાં ક્યારેક-ક્યારેક કોઈ વકીલ દ્વારા દલીલ દરમિયાન મોટા અવાજ, તીખી દલીલ અથવા અયોગ્ય ટિપ્પણીના કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ CJI પર શારીરિક હુમલો અથવા કોર્ટ રૂમની અંદર ગંભીર ગેરવર્તણૂક જેવી ઘટનાઓ સાર્વજનિક રેકોર્ડમાં મળતી જ નથી. CJI સાથે ગેરવર્તણૂકની અત્યાર સુધી માત્ર 2 ઘટનાઓનો ઉલ્લેખ મળે છે… 1999 – CJI એએસ આનંદ પર એડવોકેટ નંદલાલ બલવાણીએ જૂતું ફેંક્યું: તત્કાલીન CJI એએસ આનંદની બેન્ચ સમક્ષ એક વકીલે સૂત્રોચ્ચાર કર્યા અને કોર્ટ રૂમમાં જૂતું ફેંક્યું. સુપ્રીમ કોર્ટે તેને ગંભીર ફોજદારી અવમાનના ગણી અને તેમને 4 મહિનાની જેલ અને દંડની સજા સંભળાવી. 1999માં સુપ્રીમ કોર્ટના કોર્ટ રૂમમાં ફોટોગ્રાફી કે વીડિયો રેકોર્ડિંગની મંજૂરી નહોતી. તે સમયે કોર્ટની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ પણ થતું નહોતું. તેથી ઘટનાનું વિવરણ ફક્ત ન્યાયાલયના આદેશ અને સમાચારોમાં નોંધાયેલું છે. 6 ઓક્ટોબર 2025 – CJI બીઆર ગવઈના કોર્ટ રૂમમાં જૂતું ફેંકવાની ઘટના એક વકીલે સુનાવણી દરમિયાન CJI બીઆર ગવઈ તરફ જૂતું ફેંક્યું અને નારા લગાવ્યા. જૂતું CJIને ન લાગ્યું. સુરક્ષાકર્મીઓએ તરત જ આરોપીને કસ્ટડીમાં લીધો. આ પછી બાર કાઉન્સિલે પણ શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી. બહાર જતી વખતે વકીલે નારો લગાવ્યો- સનાતનનું અપમાન નહીં સહે હિન્દુસ્તાન. ઘટના પછી CJIએ કોર્ટમાં હાજર વકીલોને તેમની દલીલો ચાલુ રાખવા કહ્યું. તેમણે કહ્યું કે આ બધાથી પરેશાન ન થાઓ. હું પણ પરેશાન નથી, આ વસ્તુઓથી મને કોઈ ફરક પડતો નથી. --------------------------- આ સમાચાર પણ વાંચો: 9 વર્ષથી જેલમાં બંધ હત્યાના આરોપીને જામીન:સુપ્રીમ કોર્ટે કહ્યું- ઘટના સમયે કિશોર હતો, આરોપ લાગ્યો; કેસમાં વિલંબ તેની ભૂલ નથી સુપ્રીમ કોર્ટે શુક્રવારે 9 વર્ષથી જેલમાં બંધ હત્યાના આરોપીને જામીન આપ્યા. કોર્ટે કહ્યું કે ટ્રાયલમાં અસાધારણ વિલંબથી અમારી ન્યાયિક અંતરાત્મા હચમચી ગઈ છે. આવા કેસોની સુનાવણીમાં ઝડપ લાવવી એ અદાલતોની બંધારણીય જવાબદારી છે. જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની બેન્ચે કહ્યું કે, અરજદાર ઘટના સમયે કિશોર હતો. અત્યાર સુધીમાં 9 વર્ષ વીતી ગયા છે. આ ઝડપે ટ્રાયલ પૂરો થવામાં હજુ વધુ સમય લાગશે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    Speaker Om Birla clears merger of 6 Shiv Sena (UBT) MPs with Shinde camp
    Next Article
    પૂર પ્રભાવિત સુરતીઓને મોટી રાહત, 147 કરોડના વેરા બિલ માફ:3,54,600થી વધુ યુનિટોને ફાયદો, હર્ષ સંઘવીએ કહ્યું- 61 હજારથી વધુ લોકોને કેશડોલ ચૂકવાઈ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment