Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ. 23.08 કરોડના બોગસ બિલિંગ કેસ:પિતા-પુત્રની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી

    4 days ago

    સ્ટેટ GST વિભાગ દ્વારા રૂ. 23.08 કરોડના બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડના મુખ્ય આરોપી પિતા-પુત્રની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કેસની ગંભીરતા અને સરકારી તિજોરીને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને આરોપીઓને જેલમાં રાખવાનો આદેશ કર્યો છે. આ કૌભાંડમાં સ્ટેટ GST વિભાગે મંડોવારા ટ્રેડિંગ કંપનીના સંચાલક સુરેશચંદ્ર મૂળચંદ શાહ અને તેમના પુત્ર આયુષ શાહની ધરપકડ કરી હતી. બંને આરોપીઓએ જેલમાંથી મુક્ત થવા માટે કાયદાકીય પ્રયાસો કર્યા હતા. શરૂઆતમાં, પિતા-પુત્રએ મેટ્રોપોલિટન કોર્ટ સમક્ષ નિયમિત જામીન માટે અરજી કરી હતી, જે કોર્ટે નામંજૂર કરી હતી. મેટ્રોપોલિટન કોર્ટમાંથી રાહત ન મળતા, આરોપીઓએ સેશન્સ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જોકે, સેશન્સ કોર્ટે પણ સરકારી વકીલની દલીલો, કેસની ગંભીરતા અને GST વિભાગ દ્વારા રજૂ કરાયેલા મજબૂત પુરાવાઓને ધ્યાનમાં લઈને બંને આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. આરોપીઓ સુરેશચંદ્ર શાહ અને આયુષ શાહે મંડોવારા ટ્રેડિંગ કંપનીના નામે માત્ર કાગળ પર જ વ્યવહારો દર્શાવ્યા હતા. કોઈપણ પ્રકારના માલની વાસ્તવિક હેરફેર વિના કરોડો રૂપિયાના નકલી બિલ બનાવવામાં આવ્યા હતા. આ નકલી બિલોના આધારે કુલ ₹23.08 કરોડની બોગસ ITC મેળવીને સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સ્ટેટ GST વિભાગના સત્તાવાર સૂત્રો અનુસાર, આ કૌભાંડ માત્ર એક કંપની પૂરતું સીમિત નથી. આ પાછળ એક મોટું નેટવર્ક કાર્યરત હોવાની શંકા છે. વિભાગ દ્વારા સમગ્ર બોગસ બિલિંગ નેટવર્કની તપાસ વધુ સઘન બનાવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    પૂર પ્રભાવિત સુરતીઓને મોટી રાહત, 147 કરોડના વેરા બિલ માફ:3,54,600થી વધુ યુનિટોને ફાયદો, હર્ષ સંઘવીએ કહ્યું- 61 હજારથી વધુ લોકોને કેશડોલ ચૂકવાઈ
    Next Article
    घुटनों पर आया सुपरपावर, ट्रंप ने साइन कर दी डील

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment