Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    146 ATM અને POS મશીન સહિત ₹9.5 લાખનો મુદ્દામાલ જપ્ત:ATM સેન્ટરમાં મદદના બહાને કાર્ડ બદલી ઠગાઈ કરતી હરિયાણાની ‘મેવાતી ગેંગ’ના 3 સાગરીતો ઝડપાયા

    9 hours ago

    એટીએમ (ATM) સેન્ટરો પર પૈસા ઉપાડવા આવતી મહિલાઓ અને વડીલોને ટાર્ગેટ બનાવી, મદદ કરવાના બહાને નજર ચૂકવી અસલ એટીએમ કાર્ડ બદલી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી હરિયાણાની કુખ્યાત ‘મેવાતી ગેંગ’ નો અમદાવાદ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગના 3 સાગરીતોને દબોચી લઈ ગુજરાત અને હરિયાણાના કુલ 9 જેટલા અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ પાસેથી અલગ-અલગ બેંકોના 146 એટીએમ કાર્ડ તેમજ સ્વાઇપ મશીન સહિત કુલ ₹9.5 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદથી તપાસનો દોર શરૂ થયો અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નાગરિકનું એટીએમ કાર્ડ ચાલાકીથી બદલી તેમના બેંક ખાતામાંથી ₹1.68 લાખ ઉપાડી લેવાનો ગુનો નોંધાયો હતો. આ મામલે નારોલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી સરખેજ ફતેવાડી વિસ્તારમાં રહેતા વાજીદ વાહિદ શેખ (મૂળ યુપી) ની અટકાયત કરી હતી. પોલીસ પૂછપરછમાં વાજીદે કબૂલાત કરી હતી કે, તે હરિયાણાના અલાવલપુરની મેવાતી ગેંગ સાથે સંકળાયેલો છે. ત્યારબાદ પોલીસે ગેંગના મુખ્ય બે ઓપરેટરોને પણ ઝડપી લીધા હતા. આરોપી લોકોને વાતમાં ભોળવીને ATM કાર્ડ પડાવી લેતા પોલીસ તપાસમાં આ શાતિર ગેંગની ચોંકાવનારી કાર્યપદ્ધતિ સામે આવી છે. વાજીદ એવા એટીએમ સેન્ટર્સની રેકી કરતો જ્યાં વૃદ્ધો અને મહિલાઓની અવરજવર વધુ હોય. વૃદ્ધ કે અજાણ વ્યક્તિ એટીએમમાં પૈસા ઉપાડવા આવે ત્યારે મદદ કરવાના નામે એક સાગરીત અંદર ઘૂસી જતો. પૈસા કાઢતી વખતે બીજો સાગરીત પાછળ ઊભા રહીને પીન કોડ જોઈ લેતો અને ચાલાકીથી અસલ કાર્ડ બદલીને મળતું આવતું બીજું નકલી/બ્લોક કાર્ડ પકડાવી દેતો. કાર્ડ મેળવ્યા બાદ તુરંત જ POS મશીન અથવા અન્ય એટીએમમાંથી પૈસા ઉપાડી લેતા હતા. આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે, છેતરપિંડીથી મેળવેલા નાણાં તેઓ પોતાના મોજશોખ પૂરા કરવા તેમજ ઓનલાઇન ગેમિંગ અને જુગાર રમવા પાછળ ઉડાવતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મેળવેલી વિગતો: ફરાર સાથીદાર જાવેદની શોધખોળ પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ગુનાહિત નેટવર્કમાં સંડોવાયેલા જાવેદ નામના અન્ય એક ફરાર આરોપી તેમજ જે બેંક ખાતાઓમાં ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે તમામ ખાતાધારકો સામે વધુ તપાસ અને ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બિરસા મુંડા યુનિવર્સિટીમાં લર્નિંગ લાયસન્સ કેમ્પ યોજાયો:RTO રાજપીપળાના સહયોગથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું
    Next Article
    અનસ્ટેમ્પ્ડ મટનનું વેચાણ કરવું ભારે પડ્યું:રાજકોટની કૃષ્ણપરા મટન માર્કેટનાં 10 વેપારીઓ સામે અધિક કલેક્ટરની લાલ આંખ, 10-10 હજાર મળી કુલ રૂ. 1 લાખનો દંડ વસુલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment