Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 144 દીકરી કરશે માની આરાધના:લોટસ ટ્રસ્ટનો સરગમ નવરાત્રી મહોત્સવ, 54 ફૂટની LED સ્ક્રીન પર લાઈવ પ્રસારણ

    2 days ago

    જામનગરમાં લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11 થી 20 ઓક્ટોબર દરમિયાન સરગમ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. સાત રસ્તા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ મહોત્સવમાં 144 દીકરીઓ વિશાળ સ્ટેજ પર ગરબા દ્વારા માંની આરાધના કરશે. આ વર્ષે 54x14 ફૂટની LED સ્ક્રીન પર ગરબાનું લાઈવ પ્રસારણ મુખ્ય આકર્ષણ રહેશે, જે ગુજરાતમાં પ્રથમ વખત છે. આ મહોત્સવમાં જાહેર જનતા માટે વિનામૂલ્યે પ્રવેશ રહેશે. 6 થી 7 હજાર લોકોની બેઠક વ્યવસ્થા અને વિનામૂલ્યે પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે. સુરક્ષા માટે 15થી વધુ CCTV કેમેરા, 25થી વધુ સિક્યોરિટી ગાર્ડ અને મેડિકલ ટીમ ખડેપગે રહેશે. 144 દીકરીઓ છેલ્લા બે મહિનાથી 30થી વધુ રાસ-ગરબાની પ્રેક્ટિસ કરી રહી છે. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીમાં સાંસ્કૃતિક વારસાનું જતન અને વ્યક્તિત્વ વિકાસ કરવાનો છે. આ વર્ષનું સૌથી મોટું આકર્ષણ ગુજરાતના નવરાત્રીના જાહેર કાર્યક્રમમાં જામનગરમાં પ્રથમ વખત 54 x 14 ફૂટની વિશાળ LED સ્ક્રીન ઉપર ગરબાઓનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. લાઈવ સ્ક્રીન સાથે દીકરીઓને વિવિધ થીમ સાથે ગરબે ઘૂમતી જોવી એ એક અલગ જ લ્હાવો બની રહેશે. આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા લોટસ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરત ઢોલરીયા, શૈલેષ પટેલ, બીપીન સોરઠીયા, જમન બાબીયા, સંજય સુદાણી, અરવિંદ કોડીનારીયા, હેમંત દોમડીયા તેમજ નવરાત્રી કન્વીનર તરીકે રાજન મુંગરા, સુભાષ ઘાડિયા, ચેતન ટીલરીયા, અરવિંદ સોજીત્રા, હસમુખ દોમડીયા, અશોક અણી ભરા તેમજ વિવિધ વ્યવસ્થા કમિટીઓના ચેરમેન તથા મહિલા વિજ્ઞાની ટીમ કામ કરી રહ્યા છે જ્યારે લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગરની જનતા ને આ પારિવારિક અને સાંસ્કૃતિક નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સરગમ નવરાત્રી મહોત્સવ દ્વારા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દીવથી આવતી બોલેરો ટ્રેક્ટર પાછળ ઘૂસતાં એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત:ગોંડલના ગુંદાળાના મૃતકને બે સંતાન, પોતે એકનો એક દીકરો; ઉના બાયપાસ રોડ પરની ઘટના; પોલીસે બ્લડ સેમ્પલ લીધાં
    Next Article
    8 માસથી ફરાર છેતરપિંડીનો આરોપી પાટણથી પકડાયો:આણંદના સોજીત્રા પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ મહાવિરસિંહ ઝાલા સામે લૂંટ અને પ્રોહિબિશનના પણ ગુના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment