Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીવથી આવતી બોલેરો ટ્રેક્ટર પાછળ ઘૂસતાં એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત:ગોંડલના ગુંદાળાના મૃતકને બે સંતાન, પોતે એકનો એક દીકરો; ઉના બાયપાસ રોડ પરની ઘટના; પોલીસે બ્લડ સેમ્પલ લીધાં

    2 days ago

    ગિર સોમનાથ જિલ્લાના ઉના બાયપાસ રોડ પર મોડી રાત્રે પથ્થર ભરેલા ટ્રેક્ટર પાછળ પૂરપાટ ઝડપે આવતી બોલેરો કાર ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બોલેરો ચાલક યુવકનું ઘટનાસ્થળે જ નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મિત્રો પૈકી એકને ગંભીર અને બે યુવકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં ગોંડલના યુવકનું કમકમાટીભર્યું મોત ઉના બાયપાસ રોડ પર મોડી રાત્રે પથ્થર ભરેલા ટ્રેક્ટર પાછળ પૂરપાટ ઝડપે ધસી આવેલી બોલેરો કાર જોરદાર ધડાકા સાથે ઘૂસી ગઈ હતી. કાર ચલાવી રહેલા ગોંડલ તાલુકાના ગુંદાળા ગામના રહેવાસી ક્રિપાલ જયંતિભાઈ ડાભી નામના 30 વર્ષીય યુવકનું ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. એક આઈસીયુમાં સારવાર હેઠળ, બેને ઇજા બોલેરો કારમાં સવાર અન્ય ત્રણ યુવકો પૈકી જીગ્નેશ પરબતભાઈ મકવાણાને ગંભીર ઇજાઓ થતાં તેમને તુરંત ઉનાની ખાનગી હોસ્પિટલના ICUમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અકસ્માતમાં કુલદીપ કિશોરભાઈ ગણાત્રા અને મનસુખ છગનભાઈ ઉમરખાણીયાને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાથી તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. દીવથી પરત ફરતી વખતે અકસ્માત: મૃતકના બ્લડ સેમ્પલ લેવાયા ગોંડલ તાલુકાના ગુંદાળા ગામના 4 યુવાનો ગઈકાલે ઈણાજ મુકામે કામ અર્થે આવ્યા હતા અને કામ પતાવીને દીવ ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે ઉના-ભાવનગર બાયપાસ રોડ પર પથ્થર ભરેલા ટ્રેક્ટર પાછળ બોલેરો ધડાકાભેર અથડાતાં આ અકસ્માત સર્જાયો હોવાનું હોસ્પિટલના બિછાનેથી ઇજાગ્રસ્ત જીગ્નેશ મકવાણાએ જણાવ્યું હતું. દીવથી પરત ફરતી વખતે અકસ્માત થયો હોવાથી પોલીસે મૃતક ક્રિપાલના બ્લડ સેમ્પલ લઈને દારૂ પીધો હતો કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની વધુ તપાસ એચ. પી. સરવૈયા ચલાવી રહ્યા છે, જ્યારે મૃતક ગુંદાળા ગામના સરપંચ ગોરધન ડાભીનો ભત્રીજો થતો હોવાથી તેઓ પણ ઉના સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા. મૃતક એકનો એક દીકરો હતો, બે સંતાન પરથી છત્ર છીનવાયું મૃતક ક્રિપાલ ડાભીના અકાળે થયેલા મોતથી ગોંડલના ગુંદાળા ગામમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ હતી. પરિવારના મોભી એવા ક્રિપાલે પોતાની પાછળ 1 દીકરો અને 1 દીકરી મૂકી જતાં બંને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેને પગલે પરિવારજનોમાં કરૂણ આક્રંદ વ્યાપી ગયો હતો. પોલીસે હાથ ધરી કાયદેસરની તપાસ અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડીને પંચનામું કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ચારેય યુવાનો પોતાનું કામ પતાવીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં લુન્સીકુઈ ચોપાટીના લારીધારકોને 45 નવી લારી મળી:યુનિફોર્મ સ્ટ્રીટ ફૂડ વેન્ડર ઝુંબેશ હેઠળ કુલ 70 વેપારીને લાભ
    Next Article
    જામનગરમાં 144 દીકરી કરશે માની આરાધના:લોટસ ટ્રસ્ટનો સરગમ નવરાત્રી મહોત્સવ, 54 ફૂટની LED સ્ક્રીન પર લાઈવ પ્રસારણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment