Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1423 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારની કાયાપલટ થશે:પૂરની સમસ્યાના કાયમી નિકાલ માટે મુખ્યમંત્રીએ વહીવટી મંજૂરી આપી, લાખો ખેડૂતોને મળશે મોટી રાહત

    15 hours ago

    સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફેલાયેલા કુદરતી મુખત્રિકોણ પ્રદેશ એટલે કે ઘેડ વિસ્તાર માટે રાજ્ય સરકાર દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી ચોમાસા દરમિયાન જળબંબાકારની સ્થિતિ ભોગવતા આ વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનોની પીડાનો અંત લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1423.4 કરોડ રૂપિયાની યોજનાને વહીવટી મંજૂરી આપી દીધી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ દ્વારા સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ યોજનાથી 6 તાલુકાના અનેક ગામો અને હજારો ખેડૂતોને સીધો ફાયદો થશે. ચોમાસામાં આખો ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાય ઘેડ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અત્યંત જટિલ છે. અહીં ભાદર, ઓઝત, મધુવંતી, મીણસાર, વર્તુ, સની અને સોરઠી જેવી નદીઓ વહે છે. આ નદીઓ જ્યારે દરિયા કિનારાની નજીક પહોંચે, ત્યારે તેમનો પટ અત્યંત સપાટ અને છીછરો બની જાય છે. નદીઓને કુદરતી કાંઠા ન હોવાને કારણે પૂરના પાણી તરત જ આસપાસના ખેતરોમાં ફરી વળે છે. દર વર્ષે ચોમાસાના 4થી 5 મહિના સુધી આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે. પાક નુકસાનીથી ખેડૂતોને આર્થિક નુકસાન રસ્તાઓ બંધ થઈ જવાથી ગામડાઓ સંપર્કવિહોણા બની જાય છે અને લોકો ટાપુ જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બને છે. આ પૂરના કારણે માત્ર ચોમાસું પાક જ નિષ્ફળ નથી થતો, પરંતુ ખેતરોમાં કાંપ અને પાણી ભરાઈ રહેવાને કારણે શિયાળુ પાકનું વાવેતર પણ મોડું થાય છે, જેનાથી ખેડૂતોની આર્થિક કમર તૂટી જાય છે. સરકારે ત્રણ તબક્કામાં કામગીરી વહેંચી આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે સરકારે ત્રણ તબક્કામાં કામગીરી વહેંચી છે. ફેઝ-1 અંતર્ગત એપ્રિલ 2025માં 139.42 કરોડના કામો મંજૂર કરાયા હતા, જેમાં નદીઓ અને કેનાલોનું ડિસિલ્ટિંગ એટલે કે કાંપ કાઢવાની કામગીરી, પાણીના વહેણમાં અવરોધરૂપ ઝાડી-ઝાંખરાનું કટિંગ અને નડતરરૂપ ચેકડેમો દૂર કરવાની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જૂનાગઢ અને પોરબંદરમાં 17 કામો પ્રગતિ હેઠળ જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં કુલ 17 જેટલા કામો પ્રગતિ હેઠળ છે, જેને ચોમાસું 2026 પહેલા પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ પ્રાથમિક કામગીરીથી પાણીના કુદરતી વહેણને માર્ગ મળશે અને પૂરની તીવ્રતામાં ઘટાડો થશે. નદીઓના કાંઠા મજબૂત અને બંધ વોંકળાઓને પુનર્જીવિત કરાશે ​હવે સરકારે ફેઝ-2 માટે 1423.4 કરોડની માતબર રકમ ફાળવી છે. આ તબક્કામાં આઈઆઈટી ગાંધીનગરના ટેકનિકલ રિવ્યુ બાદ સોરઠી ઘેડ માટે 1118.54 કરોડ અને બરડા ઘેડ માટે 304.86 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ ફેઝમાં નદીઓના કાંઠા મજબૂત કરવા (બેન્ક પ્રોટેક્શન), બંધ પડેલા વોંકળાઓને પુનર્જીવિત કરવા અને જે પુલ કે સીડી વર્ક્સ સાંકડા છે તેને તોડીને મોટા ગાળાના નવા બાંધકામો બનાવવામાં આવશે. દરિયાના ખારા પાણીને અંદર આવતા રોકવા અને વરસાદી પાણીના નિકાલ માટે વધુ ક્ષમતાવાળા નવા ટાઈડલ રેગ્યુલેટર પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત હયાત તળાવોને ઊંડા કરી જળ સંગ્રહ શક્તિ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. નદીઓના રિમોડેલિંગ અને ઇન્ટરલિંકિંગના પ્રયાસો ઘેડ વિસ્તારમાં પૂરની સ્થિતિ માત્ર પાણી ભરાવા પૂરતી સીમિત નથી, પરંતુ તે જમીનની ફળદ્રુપતા પણ છીણવી રહી છે. દરિયાના પાણીના બેક મારોને કારણે જમીન ખારી થઈ રહી છે અને વારંવાર આવતા પૂરથી જમીનનો ઉપરનો ફળદ્રુપ પડ ધોવાઈ જાય છે. અગાઉના વર્ષોમાં પણ અહીં નદીઓના રિમોડેલિંગ અને ઇન્ટરલિંકિંગના પ્રયાસો થયા હતા, પરંતુ સમય જતાં કાંપ ભરાઈ જવાથી અને વહેણ અવરોધાવાને કારણે સમસ્યા જટિલ બની હતી. પૂરના કાયમી ભયમાંથી મુક્તિ મેળવી શકશે હવે આ નવા પ્રોજેક્ટથી વૈજ્ઞાનિક ઢબે નદીઓની સફાઈ અને માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેથી ખેડૂતો વર્ષમાં બે પાક લઈ શકે અને પૂરના કાયમી ભયમાંથી મુક્તિ મેળવી શકે. અર્જુનભાઈ મોઢવાડિયા અને અન્ય સ્થાનિક પ્રતિનિધિઓના સતત ફોલોઅપ બાદ આ પ્રોજેક્ટ હવે સાકાર થવા જઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાને કહ્યું- ભારત અમારો મિત્ર, તેમને સુરક્ષિત રસ્તો આપીશું:હોર્મુઝ સ્ટ્રેટ પર ભારતના જહાજોને ઈરાનનું ગ્રીન સિગ્નલ; ઓમાનમાં ડ્રોન હુમલામાં 2 ભારતીયોના મોત
    Next Article
    સોમનાથ મહાદેવનો પ્રસાદ 2 લાખ ભક્તોને ઘરે પહોંચશે:મહાશિવરાત્રી બિલ્વપૂજા કરનાર પરિવારોને ભસ્મ, રુદ્રાક્ષ, બિલ્વપત્ર મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment