Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડભોઈમાં યુવકનો મોબાઈલ હેક કરી સાયબર ઠગાઈ:ઈન્સ્ટાગ્રામમાં મેસેજ આવતા એપ ડાઉનલોડ કરી હતી, ત્રણ બેંક એકાઉન્ટમાંથી 1.41 લાખ ટ્રાન્સફર થઈ ગયા

    6 hours ago

    વડોદરાના ડભોઈમાં મોબાઈલ હેક કરી ઓનલાઈન ફ્રોડ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા ગઠિયાઓએ યુવકના મોબાઈલને હેક કરી જુદી જુદી બેંકોમાંથી કુલ ₹ 1,41,383ની રકમ ઉપાડી લીધી છે. ઈન્સ્ટાગ્રામ પર મેસેજ આવતા એપ ડાઉનલોડ કરી હતી ડભોઈની ચુનીલાલ પાર્ક સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 35 વર્ષીય હેવનકુમાર રમેશભાઈ ધોબીના ઇન્સ્ટાગ્રામ આઈડી પર 11 જૂન 2026ના રોજ ‘LumoraTv’ નામની એપ્લિકેશન આવી હતી. તેમણે આ એપ ડાઉનલોડ કરી હતી. પરંતુ મોબાઈલમાં રિસ્ક એપનું નોટિફિકેશન આવતા જ તાત્કાલિક અનઈન્સ્ટોલ કરી દીધી હતી. અચાનક મોબાઈલ હેક થઈને ગુગલ પેમાંથી પૈસા ટ્રાન્સફર થઈ ગયા તે જ દિવસે સાંજના સાતેક વાગ્યે ગુગલ પે દ્વારા કસ્ટમરને પૈસા ટ્રાન્સફર કરી રહ્યા હતા, ત્યારે તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને ડિસ્પ્લે પર ઈન્ટ્રોલ સિસ્ટમ લખાઈને આવતા તેમણે એમ્પ્લોય અજયભાઈને ફોન બતાવ્યો હતો. પાંચ-સાત મિનિટ પછી ફોન ચાલુ થતાં ગુગલ પેમાં બેલેન્સ જોવા મળ્યું ન હતું. આ ઠગબાજે ફરિયાદીના ત્રણ અલગ અલગ બેંક ખાતામાંથી ₹ 1,41,383 ઉપાડી લીધા હતા, જ્યારે એક્સિસ બેંકનું પેમેન્ટ ફેલ ગયું હતું. આ મામલે ભોગ બનનારે સાયબર ક્રાઈમ હેલ્પ લાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 50 પોઈન્ટ વધીને 74,400 પર પહોંચ્યો:નિફ્ટી 40 પોઈન્ટ ઉપર 23,250 પર કારોબાર કરી રહ્યો છે; બેંકિંગ શેરોમાં ખરીદી
    Next Article
    પાટણના સિદ્ધિ સરોવરમાંથી યુવકની લાશ મળી:SDRF અને ફાયર ટીમને બીજા દિવસે મૃતદેહ શોધી કાઢ્યો; મૃતક ખાલકપુરાનો વિકાસ પ્રજાપતિ હોવાનું ખૂલ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment