Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિમાં ભેળસેળ રોકવા ફૂડ સેફ્ટી વાન દોડશે:1407 હોસ્ટેલ-કેન્ટીનની તપાસમાં 328ને નોટિસ, ગુજરાતમાં શુદ્ધ ખોરાક માટે આરોગ્ય વિભાગની કવાયત

    2 days ago

    નવરાત્રિ દરમિયાન નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને ભેળસેળમુક્ત ખોરાક મળી રહે તે માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી અંગેની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તહેવારોમાં મીઠાઈ, ફરસાણ, દૂધ અને ઘી જેવા ખાદ્યપદાર્થોમાં ભેળસેળ રોકવા રાજ્યભરમાં મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન દોડાવવાનો અને દંડનાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1407 હોસ્ટેલ-કેન્ટીનની તપાસ કરાઈ ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા 14થી 28 સપ્ટેમ્બર 2026 દરમિયાન રાજ્યવ્યાપી હોસ્ટેલ-કેન્ટીન સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન સમગ્ર રાજ્યમાંથી કુલ 1407 હોસ્ટેલ અને કેન્ટીનની સઘન તપાસ કરાઈ હતી, જેમાં 259 સરકારી, 303 અર્ધસરકારી અને 845 ખાનગી એકમોનો સમાવેશ થાય છે. 328 એકમોને સુધારા નોટિસ અપાઈ તપાસ દરમિયાન સ્વચ્છતા અને ગુણવત્તામાં કચાસ જણાતાં 328 હોસ્ટેલ-કેન્ટીનને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત 459 એકમોમાંથી ખાદ્યપદાર્થોના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. વહીવટી ખામીઓ અને અનિયમિતતાઓને કારણે 16 એકમો સ્વૈચ્છિક રીતે બંધ થયા હતા અને 5 એકમોના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રસોડાની સ્વચ્છતા તપાસવા અપીલ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે ગ્રાહકો હોટેલ કે રેસ્ટોરન્ટમાં ભોજન લેતી વખતે ત્યાંના રસોડાની સ્વચ્છતા અંગે જાતે તપાસ કરી શકે છે. જો કોઈ જગ્યાએ અસ્વચ્છતા કે ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે શંકા જણાય તો તુરંત જ તંત્ર સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવવી જોઈએ. સતત દેખરેખ રાખવા સૂચના આરોગ્ય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે શુદ્ધ ખોરાક સુનિશ્ચિત કરવાનું આ અભિયાન માત્ર તહેવારો પૂરતું મર્યાદિત ન રહેતાં વર્ષભર ચાલુ રહેવું જોઈએ. સુરત, અમદાવાદ અને વડોદરા જેવી મહાનગરપાલિકાઓની ટીમો દ્વારા દિવસ-રાત કરવામાં આવતી કામગીરીની તેમણે સરાહના કરી હતી અને પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઓર્ચાર્ડ સોસાયટીમાં નવરાત્રીના બીજા દિવસે ગરબાનું આયોજન, ગોદરેજ ગાર્ડન સિટીના રહેવાસીઓ અને બાળકોએ મન મૂકીને રાસ-ગરબાનો આનંદ માણ્યો
    Next Article
    વેરાવળમાં શ્રીશક્તિ ગરબી મંડળ 65 વર્ષથી જાળવી રહ્યું પ્રાચીન પરંપરા:નવા રબારીવાડામાં 1962થી અર્જુનભાઈ કાચાએ શરૂ કરેલી ગરબીમાં પ્રાચીન પરંપરા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment