Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:ઓર્ચાર્ડ સોસાયટીમાં નવરાત્રીના બીજા દિવસે ગરબાનું આયોજન, ગોદરેજ ગાર્ડન સિટીના રહેવાસીઓ અને બાળકોએ મન મૂકીને રાસ-ગરબાનો આનંદ માણ્યો

    2 days ago

    આસો મહિનાની અજવાળી રાતો, શરદઋતુની ગુલાબી ઠંડીનો અહેસાસ અને ઢોલના ધબકારે મા જગદંબાની આરાધનાનું મહાપર્વ એટલે આપણી વહાલી નવરાત્રી. નવલી નવરાત્રીનો પ્રારંભ થતાં જ સમગ્ર રાજ્ય ઉત્સવના રંગે રંગાઈ ગયું છે. ગામડાંથી લઈને મોટાં શહેરોની શેરીઓ, પોળો અને વિશાળ પાર્ટી પ્લોટોમાં ગરબાની એવી રમઝટ જામી છે કે આખું વાતાવરણ ભક્તિ અને આનંદથી સભર બની ગયું છે. સાંજ પડતાં જ રોશનીથી ઝળહળતા ગરબી મંડળો અને પાર્ટી પ્લોટોમાં માતાજીના મંડપ સમક્ષ દીપ પ્રગટાવી "જય અંબે" અને "જય બહુચર"ના જયઘોષ સાથે માડીની ભાવભરી આરતી થાય છે. આરતીનો પાવન મંત્રોચ્ચાર અને ધૂપની સુગંધ વાતાવરણમાં એક અનોખી પવિત્રતા અને ઊર્જા ભરી દે છે. શેરીઓ અને સોસાયટીઓમાં પરંપરાગત પ્રાચીન ગરબાની ખરી રોનક જોવા મળે છે. ઢોલકના તાલે અને શહનાઈના સુરે નાનાં બાળકો, મહિલાઓ અને વડીલો માતાજીની ગરબીની આસપાસ રાસ-ગરબા રમે છે.મોટાં શહેરોના ક્લબ અને પાર્ટી પ્લોટોમાં આધુનિક લાઈવ ઓરકેસ્ટ્રા, કલાકારોના બુલંદ અવાજ અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમ પર યુવાધન મન મૂકીને ઘૂમે છે, ત્યારેનવરાત્રીના બીજા દિવસે ગોદરેજ ગાર્ડન સિટીની ઓર્ચાર્ડ સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોસાયટીના રહેવાસીઓ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રહેવાસીઓએ પરંપરાગત વેશભૂષામાં સજીધજીને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. સૌ કોઈએ મન મૂકીને ગરબાનો આનંદ માણ્યો હતો. આ આયોજનથી સોસાયટીમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:માનસી એપાર્ટમેન્ટમાં નવરાત્રિના બીજા નોરતે ગરબાની રમઝટ, નરોડામાં મોડી રાત સુધી ઉજવણી, પ્રકાશભાઈ પ્રજાપતિએ નાસ્તાનું આયોજન કર્યું
    Next Article
    નવરાત્રિમાં ભેળસેળ રોકવા ફૂડ સેફ્ટી વાન દોડશે:1407 હોસ્ટેલ-કેન્ટીનની તપાસમાં 328ને નોટિસ, ગુજરાતમાં શુદ્ધ ખોરાક માટે આરોગ્ય વિભાગની કવાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment