Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં શ્રીશક્તિ ગરબી મંડળ 65 વર્ષથી જાળવી રહ્યું પ્રાચીન પરંપરા:નવા રબારીવાડામાં 1962થી અર્જુનભાઈ કાચાએ શરૂ કરેલી ગરબીમાં પ્રાચીન પરંપરા

    2 days ago

    વેરાવળના નવા રબારીવાડામાં આવેલું શ્રી શક્તિ ગરબી મંડળ છેલ્લા 65 વર્ષથી પ્રાચીન ગરબીની પરંપરા જાળવી રહ્યું છે. આ મંડળ 1962થી મા જગદંબાની આરાધનાની સંસ્કૃતિને જીવંત રાખી રહ્યું છે. આ ગરબીની સ્થાપના અર્જુનભાઈ કાચાએ કરી હતી. હાલના સંચાલક નાજાભાઈ સુરાભાઈ ચોપડા છે. આધુનિક યુગમાં જ્યાં મોટાભાગની ગરબીઓ ડિસ્કો દાંડિયા તરફ વળી છે, ત્યાં આ મંડળ તેની પરંપરાગત શૈલી માટે જાણીતું છે. એમ મનાય છે કે મહિષાસુરના પ્રકોપથી ત્રણેય લોકમાં અંધકાર છવાઈ ગયો હતો. ત્યારે બધાય દેવતાઓની શક્તિ ભેગી થઈ અને મા જગદંબાનો જન્મ થયો હતો. એક બાજુ મહિષાસુરનો અહંકાર હતો, જ્યારે બીજી બાજુ માં ભગવતીની શક્તિ હતી. નવ દિવસના મહાસંગ્રામમાં અસુરોનો અંત થયો હતો અને અધર્મ ઉપર ધર્મનો વિજય થયો હતો ત્યારથી નવરાત્રીમાં માં જગદંબાના નવ દિવસ ઉપવાસ કરી અને આરાધના કરવામાં આવે છે. આ કોઈ નૃત્ય નથી, માં અંબાની વિજય ગાથા છે. દરેક સ્ત્રીની અંદર નવ દિવસ માં જગદંબાનો વાસ હોય છે. અહીં કોઈ પણ પ્રકારના ડી.જે., ટેપ કે આધુનિક વાજિંત્રોનો ઉપયોગ થતો નથી. ગરબા સંપૂર્ણપણે દેશી હાર્મોનિયમ, ઢોલ, તબલા અને મંજીરાના તાલે ગવાય છે. નવરાત્રી દરમિયાન 10 દિવસ ભક્તિભાવપૂર્વક ગરબા રમાય છે અને પૂનમના દિવસે મોટા રાસ તથા ઈનામ વિતરણ થાય છે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રિમાં ભેળસેળ રોકવા ફૂડ સેફ્ટી વાન દોડશે:1407 હોસ્ટેલ-કેન્ટીનની તપાસમાં 328ને નોટિસ, ગુજરાતમાં શુદ્ધ ખોરાક માટે આરોગ્ય વિભાગની કવાયત
    Next Article
    Brent Crude Oil Holds Above $106 As Saudi Attacks, Russia-Ukraine War Fuel Supply Fears

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment