Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 મહિના બાદ YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો રસ્તો ખુલ્લો મુકાયો:નવરાત્રિના એક દિવસ પહેલા વાહનચાલકોને મોટી રાહત

    23 hours ago

    અમદાવાદના વ્યસ્ત એસ.જી. હાઈવે પરથી પસાર થતા હજારો વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. YMCA ક્રોસ રોડથી પ્રહલાદનગર થઈને કર્ણાવતી ક્લબ તરફ જતો બ્રિજ નીચેનો રસ્તો હવે વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. આશરે 1 વર્ષ અને 2 મહિના સુધી વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્યારબાદ નવરાત્રીના એક દિવસ પહેલા એટલે કે આજે 10 ઓક્ટોબરના રોજ YMCA ક્રોસ રોડથી કર્ણાવતી ક્લબ તરફ જતા રસ્તા ને ખુલ્લો મુકવામાં આવ્યો છે. જોકે રસ્તાને ખુલ્લો મુકવામાં આવ્યો હોવા છતાં પણ ટ્રાફિકજામના દ્રશ્યો યથાવત જોવા મળ્યા હતા. નવરાત્રી દરમિયાન ટ્રાફિકજામ થી લોકોને રાહત મળે છે કે કેમ તે જોવું રહ્યું. લાંબા ફેરાના કારણે લોકોને દરરોજ 3 કિલોમીટર વધારે ચાલવું પડતું હતું ઑગસ્ટ 2025 થી આ રસ્તો બંધ હોવાથી સરખેજ તરફથી આવીને ગાંધીનગર કે પ્રહલાદનગર તરફ જતા લોકોને ખાસ ડાયવર્ઝન આપવામા આવ્યું હતું. લોકોએ YMCA ચાર રસ્તાથી સીધા જવાના બદલે ભગવાન સર્કલ અને ઝવેરી સર્કલ થઈને કર્ણાવતી ક્લબ તરફ જવું પડતું હતું. આ લાંબા ફેરાના કારણે લોકોને દરરોજ 3 કિલોમીટર વધારે ચાલવું પડતું હતું અને ટ્રાફિકમાં 15 થી 20 મિનિટ જેટલો કિંમતી સમય બગડતો હતો. હવે જ્યારે આજના દિવસે એટલે કે ઓક્ટોબર 2026 માં નવરાત્રિનો તહેવાર શરૂ થવાના ઠીક એક દિવસ પહેલાં જ આ રસ્તો ખોલી દેવામાં આવ્યો છે, ત્યારે ખેલૈયાઓ અને સામાન્ય વાહનચાલકોને ટ્રાફિક અને લાંબા રૂટ થી રાહત મળશે. 31 ઓક્ટોબર સુધીમાં બ્રિજ શરુ કરવામાં આવે એવી સંભાવના અગાઉ NHAIએ એસ. જી. હાઈવે પર કામગીરી પૂરી કરવા અંગે જણાવ્યું હતું કે, ‘કર્ણાવતી બ્રિજ શરૂ કરવા અંગે પોલીસ કમિશનર સાથે મારી વાત થઈ હતી અને એમની ટીમે અમારી સાઈટ પર પણ મુલાકાત લીધી હતી. આ બ્રિજનું કામ 15 ઓક્ટોબર સુધીમાં ઓલમોસ્ટ પૂરું થઈ જશે અને જો 30 ઓક્ટોબર સુધીમાં ઉપરનો બ્રિજ ટ્રાફિક માટે ખુલ્લો મૂકવો હોય તો ખોલી શકાય તેમ છે. હાલમાં નાનું-મોટું ફિનિશિંગ કામ જેમ કે લાઈટિંગ, ટેબલ ચેકિંગ, થર્મોપ્લાસ્ટ પેઈન્ટિંગ અને રોડ ફર્નિચરનું કામ ચાલુ છે, જેમાં થોડા દિવસો જશે અને 31 ઓક્ટોબર સુધીમાં બધું ક્લિયર થઈ જશે. આ સાથે બ્રિજની નીચે પડેલા ખાડા વહેલી તકે પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરી નવરાત્રિ પહેલાં પૂરી કરવા માટે અમે કામ કરી રહ્યા છીએ.’
    Click here to Read More
    Previous Article
    નવસારી પોલીસે મહિલાઓની સુરક્ષા માટે 'માઁ-સહાયક' અભિયાન શરૂ કર્યું:મોડી રાત્રે એકલી યુવતીઓ-બાળાઓને ઘર સુધી પહોંચાડવામાં આવશે
    Next Article
    પીપળજ પાસે ખુલ્લી ગટરમાં બાળકી પડી:10 વર્ષની માસૂમ 40 ફૂટ ઉંડી ડ્રેનેજમાં ખાબકી, ફાયર વિભાગે રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment