Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી પોલીસે મહિલાઓની સુરક્ષા માટે 'માઁ-સહાયક' અભિયાન શરૂ કર્યું:મોડી રાત્રે એકલી યુવતીઓ-બાળાઓને ઘર સુધી પહોંચાડવામાં આવશે

    22 hours ago

    નવરાત્રીમાં મોડી રાત્રે ગરબા રમી ઘરે ફરતી મહિલાઓ, યુવતીઓ અને બાળાઓની સુરક્ષા માટે નવસારી ટાઉન પોલીસે 'માઁ-સહાયક' અભિયાન શરૂ કર્યું છે. ગરબા સ્થળોથી એકલા ઘરે જવામાં ડર અનુભવતી મહિલાઓને આ સેવા હેઠળ પોલીસ સુરક્ષા સાથે ઘર સુધી પહોંચાડવામાં આવશે, જેથી તેઓ ચિંતા વગર ગરબા માણી શકે. સેવાનો લાભ લેવા મહિલાઓ નવસારી પોલીસ સ્ટેશનના હેલ્પલાઇન નંબર 63596 26557 પર ફોન કરી લોકેશન જણાવી શકશે. કોલ કરતા જ પોલીસ તેમનો સંપર્ક કરશે. મદદ માટે આવતા પોલીસકર્મી પાસે ઇન્સ્પેક્ટરના ફોટો અને 'માઁ-સહાયક' લખેલું આઈ-કાર્ડ હશે. સુરક્ષા માટે, આઈ-કાર્ડ અને વાહનના નંબરનો ફોટો પાડી સ્વજનને મોકલવો જરૂરી છે. પોલીસકર્મી આગળ કે પાછળ રહી સુરક્ષિત રીતે ઘર સુધી પહોંચાડશે. આ સેવા નવરાત્રીના દિવસો પૂરતી અને મહદ્ અંશે નવસારી શહેર વિસ્તાર પૂરતી લાગુ રહેશે. પોલીસ પ્રશાસનના આ લોકઉપયોગી પગલાથી શહેરમાં માતાઓ અને બહેનોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનશે અને તહેવારનો આનંદ ઉત્સાહપૂર્વક ઉજવી શકાશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા નવરાત્રીમાં 1,700થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે:પોલીસ કમિશનરે નવલખી મેદાનમાં વિઝિટ કરી, ખેલૈયાઓની સુરક્ષા અને ભીડ નિયંત્રણ પર પોલીસનું ફોકસ રહેશે
    Next Article
    14 મહિના બાદ YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો રસ્તો ખુલ્લો મુકાયો:નવરાત્રિના એક દિવસ પહેલા વાહનચાલકોને મોટી રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment