Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં 14 તરૂણ શ્રમયોગીઓને મુક્ત કરાયા:હાઈવે, હોટલ અને GIDCમાં તંત્રએ દરોડા પાડ્યા, 7 એકમો સામે ગુનો દાખલ

    1 week ago

    નવસારી જિલ્લામાં બાળ અને તરૂણ મજૂરી રોકવા માટે વહીવટી તંત્ર દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે 26 અને 27 મેના રોજ વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. આ બે દિવસીય ઓપરેશન દરમિયાન હોટલો, ઢાબા અને ઔદ્યોગિક એકમોમાંથી કુલ 14 તરૂણ શ્રમયોગીઓને મુક્ત કરાવાયા હતા. કાયદાનું ઉલ્લંઘન કરનારા 7 એકમો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બાળ/તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ-1986 હેઠળ રચાયેલી ટાસ્ક ફોર્સની ટીમોએ જિલ્લાના કમર્શિયલ અને ઔદ્યોગિક વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું. જેમાં બીલીમોરા, કબિલપોર, નવસારી ઉદ્યોગનગર, હાઇ-વે અને જી.આઈ.ડી.સી. (GIDC) વિસ્તારોનો સમાવેશ થાય છે. ટીમોએ ગૃહ ઉદ્યોગો, ફેક્ટરીઓ, હોટલ-રેસ્ટોરન્ટ, હાઈવે પરના ઢાબા અને ચાની લારીઓ પર ઓચિંતા દરોડા પાડ્યા હતા. સઘન ચેકિંગ દરમિયાન કાયદાનું ઉલ્લંઘન કરીને તરૂણો પાસે મજૂરી કરાવતા કુલ 7 એકમો ઝડપાયા હતા. આ એકમોમાંથી 14 તરૂણોને મુક્ત કરાવ્યા હતા. વહીવટી તંત્રે તરૂણ શ્રમયોગી રાખનાર તમામ સંબંધિત સંસ્થાઓ અને માલિકો સામે જે-તે વિભાગના નિયમોનુસાર કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કલેક્ટરના આદેશથી યોજાયેલા આ મેગા ઓપરેશનને સફળ બનાવવા માટે જિલ્લાના પાંચ મુખ્ય વિભાગોએ સંયુક્ત રીતે કામ કર્યું હતું. આમાં મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી (મદદનીશ નિયામક), જિલ્લા બાળ સુરક્ષા એકમ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) અને રોજગાર અને વિનિમય કચેરી, નવસારીના અધિકારીઓ અને સ્ટાફ સક્રિય રહ્યા હતા. નવસારી જિલ્લા પ્રશાસને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, આગામી દિવસોમાં પણ બાળ મજૂરી કરાવતા એકમો સામે આ પ્રકારની ઝુંબેશ અને કડક કાર્યવાહી યથાવત્ રહેશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં જિલ્લા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં સંગઠન બેઠક:નમો કમલમ્ કાર્યાલયે હોદ્દેદારો અને ઇન્ચાર્જ સાથે આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરાઈ
    Next Article
    નકલી પોલીસ બની રૂ. 95,000 પડાવનાર આરોપીની જામીન અરજી નામંજૂર:વાપી કોર્ટે જામીન અરજી ફગાવી, આરોપી પર ધરપકડની તલવાર લટકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment