Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકલી પોલીસ બની રૂ. 95,000 પડાવનાર આરોપીની જામીન અરજી નામંજૂર:વાપી કોર્ટે જામીન અરજી ફગાવી, આરોપી પર ધરપકડની તલવાર લટકી

    1 week ago

    વાપી સેશન્સ કોર્ટે નકલી પોલીસ બની પાન ગલ્લાવાળાનું અપહરણ કરી રૂ. 95,000 પડાવવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી વિશાલ ગોફળ ભરવાડની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. એડિશનલ સેશન્સ જજ એચ. જે. પંડ્યાએ સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આ ચુકાદો આપ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી વિશાલ ભરવાડ સામે બળજબરી પૂર્વક નાણાં કઢાવવાનો ગુનો નોંધાયો હતો. તેણે નકલી પોલીસ બનીને એક પાન ગલ્લાવાળાનું અપહરણ કર્યું હતું અને તેની પાસેથી રૂ. 95,000 પડાવી લીધા હતા. આ મામલે પોલીસ દ્વારા ધરપકડ થવાના ભયથી બચવા માટે આરોપી વિશાલે પોતાના વકીલ મારફતે વાપીની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન, જિલ્લા સરકારી વકીલ (DGP) અનિલ ત્રિપાઠીએ આરોપીની જામીન મુક્તિ સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, આરોપી સામે પ્રથમ દ્રષ્ટિએ ગંભીર પ્રકારનો ગુનો બને છે. સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે, જો આવા ગુનામાં આરોપીને આગોતરા જામીન આપીને રક્ષણ આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જાય છે અને ગુનેગારોને પ્રોત્સાહન મળે છે. તેમણે ગુનાની ગંભીરતા અને તપાસના હિતને ધ્યાનમાં રાખીને આરોપીને કોઈ પણ સંજોગોમાં રાહત ન આપવા વિનંતી કરી હતી. સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની દલીલોને એડિશનલ સેશન્સ જજ એચ. જે. પંડ્યાએ સંપૂર્ણપણે ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, ગુનાની પ્રકૃતિ જોતા આરોપીને આગોતરા જામીન આપી શકાય નહીં. આથી, કોર્ટે આરોપી વિશાલ ભરવાડની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. કોર્ટના આ કડક વલણને પગલે હવે આરોપી પર ધરપકડની તલવાર લટકી રહી છે અને પોલીસ આગામી કાર્યવાહી તેજ કરશે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં 14 તરૂણ શ્રમયોગીઓને મુક્ત કરાયા:હાઈવે, હોટલ અને GIDCમાં તંત્રએ દરોડા પાડ્યા, 7 એકમો સામે ગુનો દાખલ
    Next Article
    Russia Fired Record 8,150 Drones At Ukraine In May: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment