Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં 14 માર્ચે CM વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ કરશે:કલેક્ટર ગૌરાંગ મકવાણાએ તૈયારીઓની સમીક્ષા કરી

    13 hours ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચ જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમ 14 માર્ચ, 2026ના રોજ ભરૂચ શહેરના ઝાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે. જિલ્લા પ્રશાસન દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કલેક્ટરે વિવિધ વિભાગોના અધિકારીઓને સોંપાયેલી જવાબદારીઓ સમયસર અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા સૂચના આપી હતી. બેઠકમાં કાર્યક્રમ સ્થળે જરૂરી તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સંકલન સમિતિ, સ્ટેજ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક મેનેજમેન્ટ અને પાર્કિંગ વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહેમાનો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને ફાયર સેફ્ટી જેવી બાબતો પર વિશેષ ધ્યાન આપવા સૂચનાઓ અપાઈ હતી. કલેક્ટર ગૌરાંગ મકવાણાએ અધિકારીઓને જણાવ્યું હતું કે, મોટી સંખ્યામાં નાગરિકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની શક્યતા છે. તેથી, તમામ વ્યવસ્થાઓ પૂર્વ આયોજન સાથે સુનિશ્ચિત કરી કામગીરી હાથ ધરવામાં આવે. સુરક્ષા અને નાગરિકોની સુવિધા બંનેને પ્રાથમિકતા આપીને કાર્યક્રમનું સફળ આયોજન થાય તે માટે તંત્ર સજ્જ રહેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી, જિલ્લા પુરવઠા અધિકારી અને વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં ગેસ પુરવઠો ખોરવાયો, હોટલ ઉદ્યોગ સંકટમાં:10 હજાર પરિવારોની રોજીરોટી પર સંકટ, કલેક્ટરને આવેદન
    Next Article
    વોર્ડ-3માં પાયાની સુવિધાઓ મુદ્દે ‘આપ’નો વિરોધ:વર્ષોથી વેરા ભરવા છતાં સુવિધાના નામે મીંડું હોવાનાં આક્ષેપ સાથે મ્યુ. કમિશનરને રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment