Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:પાટણ શહેરમાં ટ્રાફિક સિગ્નલ અને‎ સાંતલપુરનાં 14 સ્થળે CCTV લાગશે‎

    4 days ago

    પાટણ શહેરમાં વધતા વાહનવ્યવહાર વચ્ચે ટ્રાફિક વ્યવસ્થા સુધારવા ટ્રાફિક સિગ્નલ લગાવાશે,જ્યારે સાંતલપુર તાલુકાના 14 સ્થળોએ CCTV કેમેરા લગાવવામાં આવશે. સરકારી શાળાઓમાં સુવિધાઓ,સાત તાલુકાના 1400 પશુપાલકોને મિનરલ મિક્સચર અને આરોગ્ય કેન્દ્રોમાં નવા સાધનો સહિતના 142 કામ માટે 8.76 કરોડ મંજૂર કરાયા છે. જિલ્લા કક્ષાની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ કામોને મંજૂરી આપવામાં આવી છે. ખાણકામથી અસરગ્રસ્ત વિસ્તારોના વિકાસ માટે મળતી રકમમાંથી વિવિધ વિકાસકામો કરાશે, જ્યારે પર્યાવરણને થયેલી અસરના વળતરરૂપે મળતી રકમનો ઉપયોગ પાણી, આરોગ્ય અને પર્યાવરણ સંબંધિત કામો માટે થશે. બંને પ્રકારની રકમથી શહેરથી ગામડાં સુધીની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયાસ કરાયો છે. પાટણ શહેરના ટ્રાફિક સિગ્નલ ઉપરાંત ખાણકામની વિકાસલક્ષી રકમમાંથી 109 કામ માટે 7.93 કરોડ ફાળવાયા છે. તેમાં 94 વધુ પ્રાથમિકતાના અને 15 અન્ય પ્રાથમિકતાના કામોનો સમાવેશ થાય છે. શિક્ષણ ક્ષેત્રે સરકારી શાળાઓમાં બેન્ચ, વોટર કૂલર, સ્માર્ટ ક્લાસ, રમતગમતની સુવિધા અને લાઈબ્રેરી ઊભી કરાશે. આ ઉપરાંત સાંતલપુર, સમી, પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ અને રાધનપુર તાલુકાના 1400 પશુપાલકોને મિનરલ મિક્સચરનો લાભ મળશે. અન્ય પ્રાથમિકતાના કામોમાં સમી અને રાધનપુરમાં ચેકડેમ, તળાવ અને નાળા સંબંધિત કામો તથા સરસ્વતીના ઓઢવા ગામે અટલવાડીનો સમાવેશ થાય છે. પર્યાવરણને થયેલી અસરના વળતરરૂપે મળતી રકમમાંથી 33 કામ માટે 82.85 લાખ મંજૂર થયા છે. ધારપુર સિવિલ હોસ્પિટલમાં નિયોનેટલ વેન્ટિલેટર, આરોગ્ય કેન્દ્રોમાં તપાસના સાધનો અને માઇક્રોસ્કોપ ઉપરાંત પીવાના પાણીની પાઇપલાઇનના બે કામ કરાશે. શાળાઓમાં સુવિધા વધશે મંજૂર થયેલા શૈક્ષણિક કામોમાં વિદ્યાર્થીઓ માટે બેન્ચ ઉપરાંત 200 અને 250 લીટર ક્ષમતાના વોટર કૂલર, સ્માર્ટ ક્લાસ, રમતગમતની સુવિધા અને લાઈબ્રેરીનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે જરૂરી પાયાની સુવિધા મળી રહે તે માટે આ કામો કરાશે તેમજ સાત તાલુકામાં મિનરલ મિક્સચર વિતરણના કામો મંજૂર થયા છે. સાંતલપુર, સમી, પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ અને રાધનપુરના કુલ 1400 પશુપાલકોને તેનો લાભ મળશે. દરેક કામમાં 200 પશુપાલકોને યુનિટ દીઠ 4,500ના મિનરલ મિક્સચર આપવાની જોગવાઈ છે. સરહદથી હોસ્પિટલ સુધીની જરૂરિયાતો 10% વધારાની રકમથી ફંડ: ખાણકામ લીઝધારકોની ભરપાઈ રકમ ઉપરાંત 10% રકમ ફંડમાં જમા થાય છે, જેનો ઉપયોગ ખાણકામથી અસરગ્રસ્ત વિસ્તારના વિકાસમાં થાય છે. સરહદે CCTVની માંગ: પાકિસ્તાન સરહદને અડીને આવેલા સાંતલપુરના 14 સ્થળે ગતિવિધિઓ પર નજર રાખવા પોલીસ વિભાગે CCTVની દરખાસ્ત કરી છે. ટ્રાફિક સિગ્નલ : પાટણ શહેરમાં ટ્રાફિક સિગ્નલ માટે RTOની દરખાસ્તને મંજૂરી મળી છે. તેનું સંચાલન નગરપાલિકા કરશે. ધારપુરમાં નવજાત માટે વેન્ટિલેટર: નાના બાળકોની સારવાર માટે નિયોનેટલ વેન્ટિલેટરની સાથે જાહેર શૌચાલય અને સેનિટરી નેપકિનના નિકાલ માટે ઇન્સિનરેટરની પણ દરખાસ્ત છે. હવે ટેન્ડર થશે: કામોને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. સંબંધિત વિભાગોની ભાવ સહિતની દરખાસ્ત બાદ પ્રાથમિક મંજૂરી મેળવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે.
    Click here to Read More
    Previous Article
    6 દિવસ અલગ-અલગ તબીબની ડ્યુટીથી મુશ્કેલી:પિલવાઈ PHCમાં સપ્તાહમાં 3ને બદલે કાયમી એક જ ડોક્ટર મૂકો
    Next Article
    ગટર ઉભરાવાની ગંભીર સમસ્યામાંથી સ્થાનિકોને છુટકારો‎:પાટણના નિર્મલનગરમાં 10 દિવસથી બંધ પમ્પિંગ સ્ટેશન આખરે ચાલુ થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment