Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 દિવસ અલગ-અલગ તબીબની ડ્યુટીથી મુશ્કેલી:પિલવાઈ PHCમાં સપ્તાહમાં 3ને બદલે કાયમી એક જ ડોક્ટર મૂકો

    4 days ago

    વિજાપુર તાલુકાના પિલવાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં અઠવાડિયામાં અલ્ટરનેટ ચાર્જમાં 3 ડોક્ટરોની ડ્યુટી મૂકવામાં આવી છે. ત્યારે સ્થાનિક સહિત આસપાસના ગામડાઓના દર્દીઓને તકલીફ ના પડે તે માટે કાયમી એક ડોક્ટર મૂકવાની માંગણી જિલ્લા પંચાયત સદસ્યે કરી છે. પિલવાઈ સહિત આજુબાજુના પાંચથી વધુ ગામોના દર્દીઓ માટે આશીર્વાદરૂપ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક વર્ષ પૂર્વે માંડ બે દિવસ તબીબ આવતા હોવાથી પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય કનકસિંહ વિહોલની રજૂઆત બાદ અઠવાડિયામાં એક તબીબને બે દિવસ એમ 6 દિવસ કુલ ત્રણ તબીબોને ચાર્જમાં ડ્યુટી સોંપાઇ છે. જેને લઇ સારવાર માટે આવતા દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. દર્દી પહેલી વખત જ્યારે દવા લેવા આવે ત્યારે અને બીજી વખત બતાવવા માટે આવે ત્યારે ડોક્ટર બદલાઈ ગયા હોવાથી ડોક્ટર અને દર્દી બંનેને નવેસરથી એકડો ઘૂંટવો પડે છે. આમ લોકોને પડતી હાલાકીને પરિણામે ડાભલા સીટના જિલ્લા પંચાયત સદસ્યા રેખાબા વિહોલે ડીડીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા રાધનપુર રોડની દેવકુટીર સોસાયટીમાં ચોરો ત્રાટક્યા:ટેક્સ પ્રેક્ટિસનરના ઘરમાંથી રાણી છાપ સિક્કા સહિત 1.87 લાખ મત્તાની ચોરી
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:પાટણ શહેરમાં ટ્રાફિક સિગ્નલ અને‎ સાંતલપુરનાં 14 સ્થળે CCTV લાગશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment