Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આલ્ફા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન:આલ્ફા વિદ્યા સંકુલના જતીન વાળા છઠ્ઠા ક્રમે, 14 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ મેળવ્યો

    2 days ago

    આજરોજ જાહેર થયેલા ગુજરાત રાજ્યના ધોરણ ૧૨ના પરિણામમાં જુનાગઢ સ્થિત આલ્ફા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સંસ્થાના વિદ્યાર્થી વાણવી ધર્મેન્દ્રએ બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે વાળા જતીને રાજ્યમાં છઠ્ઠો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા સામાન્ય પરિવારમાંથી આવતા ધર્મેન્દ્રની ડોક્ટર બનવાની દ્રઢ ઈચ્છા છે. આ સિદ્ધિ દ્વારા તેણે પોતાના પરિવાર અને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. સંસ્થાની સર્વશ્રેષ્ઠ શિક્ષક ટીમ, પરિણામલક્ષી અભિગમ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના અથાગ પરિશ્રમથી આલ્ફા વિદ્યા સંકુલ – જુનાગઢે ફરી એકવાર સાબિત કર્યું છે કે સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં તેનું નામ મોખરે છે. છેલ્લા એક દાયકાથી કાર્યરત આ સંસ્થા ગ્રામ્ય વિદ્યાર્થીઓના ઉત્કર્ષ અને કારકિર્દી નિર્માણ માટે જાણીતી છે. આ વર્ષના ધોરણ ૧૨ના પરિણામમાં કુલ ૧૪ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે ૫૬ વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ પ્રાપ્ત કરીને સંસ્થા અને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે. પાછલા વર્ષોમાં પણ સંસ્થાએ સૌરાષ્ટ્રના ગ્રામ્ય પંથકમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓને MBBS અને એન્જિનિયરિંગમાં પ્રવેશ અપાવ્યો છે. સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર હાર્દિકભાઈ સોનીએ જણાવ્યું હતું કે, આલ્ફા વિદ્યા સંકુલ – જુનાગઢ બોર્ડ, GUJCET તેમજ JEE અને NEET જેવી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામો અપાવવા માટે જાણીતું છે. તેમણે ઉમેર્યું કે, આજે જાહેર થયેલું પરિણામ વિદ્યાર્થીઓના અથાગ પરિશ્રમ, આલ્ફાની પરિણામલક્ષી શિક્ષણ પદ્ધતિ અને હજારો વાલીઓએ તેમના પર મૂકેલા વિશ્વાસનું ફળ છે. સંસ્થાના ટ્રસ્ટી પ્રતીકભાઈ પટેલે જણાવ્યું કે, આ પરિણામ વિદ્યાર્થીઓની અથાગ મહેનતનું પરિણામ છે. તેમણે ઉમેર્યું કે, JEE, NEET, ગુજકેટ કે ગુજરાત બોર્ડમાં આવા જ પરિણામો આપવા માટે તેમની ટીમ કટિબદ્ધ છે. સંસ્થાના ટ્રસ્ટીઓ, સંચાલકો અને શિક્ષકગણે સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવા જ ઉત્કૃષ્ટ પરિણામો મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાયોનિયર સ્કૂલ ધોરણ 12 સાયન્સ પરિણામમાં જિલ્લામાં મોખરે:ગુજરાતી માધ્યમમાં 97ટકા અંગ્રેજીમાં 100 ટકા પરિણામ
    Next Article
    ડુમ્મસ સી-ફેસ પર ભીડ વચ્ચે જાહેરમાં શખસે લઘુશંકા કરી:કાન પકડીને માફી માગતા કહ્યું-મે ભૂલ કરી છે, હું આવુ કૃત્ય બીજી વાર નહીં કરું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment