Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડુમ્મસ સી-ફેસ પર ભીડ વચ્ચે જાહેરમાં શખસે લઘુશંકા કરી:કાન પકડીને માફી માગતા કહ્યું-મે ભૂલ કરી છે, હું આવુ કૃત્ય બીજી વાર નહીં કરું

    14 hours ago

    સુરત શહેર આજે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ક્લીન સિટી તરીકે વૈશ્વિક ફલક પર નામ મેળવનાર સુરતના આંગણે તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત ડુમ્મસ સી-ફેસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુરતીઓ માટે પિકનિક સ્પોટ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા આ સી-ફેસ પર દરરોજ હજારોની મેદની ઉમટી રહી છે. પરંતુ, આ વિકાસની વચ્ચે કેટલીક એવી ઘટનાઓ બને છે જે સુરતની સંસ્કારીતા અને સ્વચ્છતા પર સવાલો ઊભા કરે છે. તાજેતરમાં ડુમ્મસ સી-ફેસ પર ભીડ વચ્ચે એક શખસે જાહેરમાં લઘુશંકા કરીને શરમજનક હરકત કરી હતી. ત્યારબાદ પોલીસે ઝડપીને કાર્યવાહી કરીને કાન પકડાવી માફી મગાવી છે. ભીડ વચ્ચે એક શખસે જાહેરમાં લઘુશંકા કરી રવિવારની રજા હોય કે સામાન્ય દિવસ, ડુમ્મસનો દરિયાકિનારો સુરતીઓનો ફેવરિટ સ્પોટ રહ્યો છે. રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાએ કરોડોના ખર્ચે સુંદર વોક-વે, બેઠક વ્યવસ્થા અને લાઈટિંગ સાથેનો સી-ફેસ તૈયાર કર્યો છે. આ સુંદરતાનો આનંદ માણવા ગત દિવસે હજારો લોકો ત્યાં હાજર હતાં. જાગૃત નાગરિકે વીડીયો ઉતારી લીધો હતો આ ભીડ વચ્ચે એક શખસે સાર્વજનિક મિલકત અને નવનિર્મિત સ્ટ્રક્ચર પાસે ઉભા રહીને જાહેરમાં લઘુશંકા કરી હતી. આટલું જ નહીં, ત્યાં હાજર અન્ય સહેલાણીઓ અને પરિવારોની હાજરીની પણ તેણે પરવા કરી ન હતી. આ શરમજનક કૃત્યનો ત્યાં હાજર કોઈ જાગૃત નાગરિકે વીડીયો ઉતારી લીધો હતો. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે યુવક કોઈ પણ જાતના ડર કે સંકોચ વગર જાહેર સ્થળને ગંદુ કરી રહ્યો છે. 'ટેક્સના પૈસાથી કરોડોનો ખર્ચ, આવા લોકો તેને બગાડે છે' આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સુરતના જાગૃત નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ કોમેન્ટ્સમાં લખ્યું કે, "સરકાર ટેક્સના પૈસાથી કરોડોનો ખર્ચ કરીને આપણને સુવિધા આપે છે અને આવા લોકો તેને બગાડે છે." સુરતીઓએ પોલીસ અને મહાનગરપાલિકાને ટેગ કરીને આ યુવક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વીડિયો ગણતરીની મિનિટોમાં હજારો લોકો સુધી પહોંચી ગયો હતો. પોલીસે શખશને ઝડપીને શાન ઠેકાણી લાવી વીડિયો વાયરલ થતાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક સોર્સની મદદથી આ યુવકને શોધી કાઢ્યો હતો. કાયદાનું ઉલ્લંઘન કરનાર આ શખ્સની અટકાયત કરવામાં આવી હતી અને તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા બાદ જ્યારે યુવકને કાયદાકીય પરિણામોનો અંદાજ આવ્યો, ત્યારે તેનો તમામ નશો ઉતરી ગયો હતો. 'આવું કૃત્ય બીજી વખત ન થાય તેનું હું ધ્યાન રાખીશ' પોલીસે તેને સાર્વજનિક સ્થળોની જાળવણી અને નાગરિકોની જવાબદારી વિશે સમજ આપી હતી. ત્યારબાદ, આ યુવકે કેમેરા સામે કાન પકડીને પોતાની ભૂલ સ્વીકારી હતી. તેને માફી માગતા કહ્યું કે, હું ગઈકાલે ડુમ્મસ સી ફેસ લિંક પર ફરવા આવ્યો હતો અને મેં જાહેરમાં લઘુશંકા કરી હતી, જે મારી ભૂલ છે અને એ બદલ હું માફી માંગુ છું. અને આવું કૃત્ય બીજી વખત ન થાય તેનું હું ધ્યાન રાખીશ અને સુરત શહેરને નમ્ર વિનંતી છે કે આપણે આપણા સુરતને સ્વચ્છ રાખીએ.
    Click here to Read More
    Previous Article
    આલ્ફા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન:આલ્ફા વિદ્યા સંકુલના જતીન વાળા છઠ્ઠા ક્રમે, 14 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ મેળવ્યો
    Next Article
    પાટણ BDSVનું HSCમાં 99.09% પરિણામ:કોમર્સમાં 100%, આર્ટ્સમાં 99.09% સફળતા મેળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment