Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાયોનિયર સ્કૂલ ધોરણ 12 સાયન્સ પરિણામમાં જિલ્લામાં મોખરે:ગુજરાતી માધ્યમમાં 97ટકા અંગ્રેજીમાં 100 ટકા પરિણામ

    2 days ago

    ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં પાયોનિયર સ્કૂલ ઓફ સાયન્સ જિલ્લામાં મોખરે રહી છે. શાળાના ગુજરાતી માધ્યમનું 97.01 ટકા અને અંગ્રેજી માધ્યમનું 100 ટકા પરિણામ આવ્યું છે. પાયોનિયર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પણ 100 ટકા પરિણામ મેળવ્યું છે. આ પરિણામમાં ચૌધરી જાનવી દેવાભાઈએ A1 ગ્રેડ મેળવી શાળા અને જિલ્લામાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. યોગી ત્રિશા મહેશભાઈ 99.78 PR સાથે શાળામાં બીજા ક્રમે રહ્યા છે, જ્યારે ડાભી શિવુભા ઇન્દુભા 99.02 PR સાથે ત્રીજા ક્રમે આવ્યા છે. કુલ 36 વિદ્યાર્થીઓએ 90 થી વધુ PR મેળવ્યા છે. ગુજકેટના જાહેર થયેલા પરિણામમાં પણ ચૌધરી જાનવી દેવાભાઈએ 116.25 ગુણ સાથે જિલ્લામાં ટોચનું સ્થાન મેળવ્યું છે. શાળાના કુલ 31 વિદ્યાર્થીઓએ 100 થી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. વિદ્યાર્થીઓની આ સફળતા બદલ શાળાના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફગણે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    શેઠ એમ.એન. હાઈસ્કૂલના ધોરણ 12માં ઉત્કૃષ્ટ પરિણામ:રાવળ મિહિર 99.91 PR સાથે A1 ગ્રેડ મેળવી પ્રથમક્રમ મેળવ્યો
    Next Article
    આલ્ફા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન:આલ્ફા વિદ્યા સંકુલના જતીન વાળા છઠ્ઠા ક્રમે, 14 વિદ્યાર્થીઓ A-1 ગ્રેડ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment