Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેઠ એમ.એન. હાઈસ્કૂલના ધોરણ 12માં ઉત્કૃષ્ટ પરિણામ:રાવળ મિહિર 99.91 PR સાથે A1 ગ્રેડ મેળવી પ્રથમક્રમ મેળવ્યો

    4 days ago

    પાટણ શહેરની ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઈસ્કૂલે ધોરણ-12 બોર્ડના પરિણામોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામોમાં શાળાએ સામાન્ય પ્રવાહમાં 97% અને વિજ્ઞાન પ્રવાહમાં 70% જેટલું ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે. શાળાના ચાર વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાનો વિદ્યાર્થી રાવળ મિહિર ચંદ્રકાંતભાઈ 95.28% ગુણ અને 99.91 PR સાથે A1 ગ્રેડ મેળવી શાળામાં પ્રથમ અને જિલ્લાના ટોચના ક્રમમાં સ્થાન પામ્યો છે. મિહિરે આંકડાશાસ્ત્ર અને નામાના મૂળતત્વો જેવા વિષયોમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. મિહિરે પોતાની સફળતાનો શ્રેય શાળાના શિક્ષકોના માર્ગદર્શનને આપ્યો હતો અને જણાવ્યું હતું કે તે UPSC પાસ કરીને ક્લાસ વન અધિકારી બનવા માંગે છે. આ ઉપરાંત, શાળાના અન્ય ત્રણ વિદ્યાર્થીઓ પટેલ વિશ્વા નિલેશકુમાર (99.66 PR), પ્રજાપતિ મૌલિક દિનેશભાઈ (99.27 PR) અને રાવળ સુનીલ સહદેવભાઈ (96.5 PR) એ પણ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ સી.એ. બનવાની ઈચ્છા ધરાવે છે. આ પરિણામની એક નોંધપાત્ર બાબત એ છે કે ટોચના ક્રમે આવેલા મોટાભાગના વિદ્યાર્થીઓ સામાન્ય આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારોમાંથી આવે છે. રાવળ મિહિરના પિતા કલર કામ કરે છે, પટેલ વિશ્વાના પિતા છૂટક ઇલેક્ટ્રિક કામ કરે છે, જ્યારે મૌલિકના પિતા ખેતીકામ સાથે સંકળાયેલા છે. વિજ્ઞાન પ્રવાહમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા સાબિત કરી છે. જેમાં બારોટ ધર્મ મયુરભાઈએ 93.48 PR અને A2 ગ્રેડ સાથે શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ધર્મે GUJCET ની પરીક્ષામાં પણ 96.95 માર્ક્સ મેળવી વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે.
    Click here to Read More
    Previous Article
    5 રાજ્યોના પરિણામો, 9 કાર્ટૂન:બંગાળમાં 'દીદીગીરી' ખતમ, TMCને ઝાલમુરીથી ફૂડ પોઈઝનિંગ; તમિલનાડુમાં એક્ટર વિજયની ‘TVK’ હાઉસફુલ
    Next Article
    પાયોનિયર સ્કૂલ ધોરણ 12 સાયન્સ પરિણામમાં જિલ્લામાં મોખરે:ગુજરાતી માધ્યમમાં 97ટકા અંગ્રેજીમાં 100 ટકા પરિણામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment