Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 જૂને રાજ્યભરમાં પોલીસ ભરતીની લેખિત પરીક્ષા:6.36 લાખમાંથી 2.63 લાખ ઉમેદવારો ક્વોલિફાય થયા, રાજ્યની 849 સ્કૂલો-કોલેજોમાં પરીક્ષા યોજાશે

    23 hours ago

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયામાં વધુ એક મહત્વપૂર્ણ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. કુલ 12,733 જગ્યાઓ માટે યોજાયેલી શારીરિક કસોટીમાં ભાગ લેનારા આશરે 6.36 લાખ ઉમેદવારોમાંથી 2,63,345 ઉમેદવારો લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે. આ લેખિત પરીક્ષા આગામી 14 જૂનના રોજ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ભાવનગર અને ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ શહેરોની 849 શાળા-કોલેજોમાં યોજાશે. 200 ગુણની MCQ આધારિત પ્રશ્નપત્ર પદ્ધતિથી પરીક્ષા પોલીસ ભરતી બોર્ડના જણાવ્યા અનુસાર પરીક્ષા સવારે 9:30 થી 12:30 વાગ્યા સુધી યોજાશે અને 200 ગુણની MCQ આધારિત પ્રશ્નપત્ર પદ્ધતિ અપનાવવામાં આવશે. પરીક્ષાના કોલલેટર 6 જૂનથી ડાઉનલોડ કરવાનું શરૂ થયું છે. ભરતી પ્રક્રિયાને પારદર્શક અને ગેરરીતિમુક્ત બનાવવા માટે 9 હજાર જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓ અને 17,000 જેટલા શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓને પરીક્ષા કામગીરીમાં જોડવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્ર પર PI/PSI કક્ષાના અધિકારીને નિયુક્ત દરેક પરીક્ષા કેન્દ્ર પર PI/PSI કક્ષાના અધિકારીને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવશે. ઉમેદવારોની ઓળખની ખાતરી કરવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન, ફેશિયલ રેકોગ્નિશન ટેક્નોલોજી અને AI આધારિત વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવશે. પરીક્ષા સામગ્રી લઈ જતાં તમામ વાહનોનું GPS મારફતે રિયલ ટાઈમ મોનિટરિંગ પણ કરાશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા ખાસ બસની વ્યવસ્થા પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રેન્જ વડાઓના સુપરવિઝન હેઠળ IGP, DIG અને SP કક્ષાના અધિકારીઓ દેખરેખ રાખશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી સરળતાથી પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વિશેષ બસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ભરતી બોર્ડે તમામ ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સીઈઓના AI ક્લોન કર્મચારીઓના જવાબો આપી રહ્યા છે‎:કર્મચારીઓ અને ક્લાયન્ટ્સ સાથે વાત કરવા માટેની નવીન રીતો
    Next Article
    કફ સીરપના કાળા કારોબારનો પર્દાફાશ:ફતેહવાડીમાંથી SOGએ 852 કફ સીરપની બોટલ સાથે રિક્ષાચાલક યુવકની ધરપકડ કરી, ક્યાંથી લાવ્યો કોને આપવાનો હતો તેની તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment