Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કફ સીરપના કાળા કારોબારનો પર્દાફાશ:ફતેહવાડીમાંથી SOGએ 852 કફ સીરપની બોટલ સાથે રિક્ષાચાલક યુવકની ધરપકડ કરી, ક્યાંથી લાવ્યો કોને આપવાનો હતો તેની તપાસ

    22 hours ago

    અમદાવાદમાં ડ્રગ્સ, દારૂ અને ગાંજા બાદ હવે કફ સીરપ પણ યુવાનો અને શ્રમિકો માટે નશાનું સરળ સાધન બની રહ્યું છે. નશાના આ કાળા કારોબાર સામે અમદાવાદ એસઓજી (SOG)ની ટીમને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે એસઓજીની ટીમે વેજલપુરના ફતેવાડી વિસ્તારમાં આવેલા મન્નત ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રહેણાંક ઘરમાંથી ગેરકાયદેસર રાખેલો 852 બોટલ કફ સીરપનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કફસીરપ સાથે રિક્ષાચાલક યુવકની ધરપકડ આ મામલે પોલીસે ગેરકાયદે વેપાર કરતા એક રિક્ષાચાલક યુવક મહંમદ જાવેદ ઉર્ફે રોગની અફઝલખાન પઠાણની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી લાંબા સમયથી પોતાના ઘરમાં જ આ જથ્થો રાખીને ગેરકાયદેસર ધંધો ચલાવતો હતો. ફતેવાડી વિસ્તાર લાંબા સમયથી નશાખોરીના હબ તરીકે ચર્ચામાં રહ્યો છે, જ્યાં સાંજ પડતાની સાથે જ કેટલાક તત્વો રિક્ષા અને અન્ય વાહનો દ્વારા કફ સીરપનો નશો વેચતા હોવાનું સામે આવ્યું છે. સપ્લાય ચેઈનનું નેટવર્ક તોડવા પોલીસની તપાસ છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને શ્રમજીવીઓ દિવસભરની મહેનત બાદ ગાઢ નિંદ્રા માટે અને યુવાનો નશાની મજા મેળવવા માટે આ સીરપનો ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં એસઓજીની ટીમે કફ સીરપનો જથ્થો કબજે કરીને આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે. આટલી મોટી માત્રામાં કફ સીરપ ક્યાંથી આવતું હતું અને ફતેવાડી ઉપરાંત જમાલપુર, વટવા, નરોડા તથા શહેરના ઔદ્યોગિક વિસ્તારોમાં ફેલાયેલી આ આખી સપ્લાય ચેઇનનું નેટવર્ક તોડવા પોલીસે તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    14 જૂને રાજ્યભરમાં પોલીસ ભરતીની લેખિત પરીક્ષા:6.36 લાખમાંથી 2.63 લાખ ઉમેદવારો ક્વોલિફાય થયા, રાજ્યની 849 સ્કૂલો-કોલેજોમાં પરીક્ષા યોજાશે
    Next Article
    બોયફ્રેન્ડ સાથે સગાઈની જીદ:રાજકોટ અભયમ દ્વારા નાની ઉંમરે પ્રેમ-લાગણીઓના આવેગમાં ભૂલ કરવા જતી સગીરાનું સફળ કાઉન્સેલિંગ કરાયું, પરિવારે માન્યો આભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment