Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ.ગુજરાતનો કુખ્યાત 'દારૂનો સોદાગર' જેલના સળિયા પાછળ:સુરત ક્રાઇમ બ્રાંચે 14 ગુનામાં વોન્ટેડ બુટલેગરને દબોચ્યો, 5 વર્ષથી 4 જિલ્લાની પોલીસને ચકમો આપતો હતો સાધુ

    1 week ago

    દક્ષિણ ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા અને દારૂના કાળા કારોબારમાં સામ્રાજ્ય જમાવનાર કુખ્યાત બુટલેગર પરમેશ્વર ઉર્ફે સાધુ રામજી પાન્ડેને સુરત શહેર ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના કુલ 14 જેટલા પ્રોહિબિશનના ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આ આરોપી લાંબા સમયથી પોલીસ માટે માથાનો દુખાવો બન્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ઓપરેશન પાર પાડી આ રીઢા ગુનેગારને જેલ ભેગો કર્યો છે. સુરત શહેર, સુરત ગ્રામ્ય, નવસારી અને વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં આરોપી વિરુદ્ધ દારૂબંધીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2021થી અત્યાર સુધીમાં તે સતત પોલીસની ધરપકડથી બચતો રહ્યો હતો. આરોપી પરમેશ્વર ઉર્ફે સાધુ પાન્ડે મૂળ બિહારના ચંદૌલી જિલ્લાનો વતની છે અને હાલ સુરતના ભેસ્તાન તથા વલસાડના વાપીમાં રહેતો હતો. તેની ધરપકડથી દક્ષિણ ગુજરાતના દારૂ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. દમણ અને સેલવાસથી રેલવે-હાઈવે મારફતે દારૂનું સપ્લાય નેટવર્ક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી સાધુ પાન્ડે અત્યંત શાતિર રીતે પોતાનું નેટવર્ક ચલાવતો હતો. તે સંઘ પ્રદેશ સેલવાસ અને દમણથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો કોમર્શિયલ જથ્થો ખરીદતો હતો. આ દારૂને તે રેલવેના માધ્યમથી અથવા હાઈવે પર ખાનગી વાહનો દ્વારા હેરાફેરી કરીને દક્ષિણ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડતો હતો. તેના સાગરીતોની મદદથી તે વલસાડ, નવસારી અને સુરતના સ્થાનિક બુટલેગરોને માલ પૂરો પાડતો હતો. ક્રાઈમ બ્રાંચે કઈ રીતે બિછાવી જાળ? સુરત ક્રાઈમ બ્રાંચને ચોક્કસ બાતમી મળી હતી કે અનેક ગુનામાં વોન્ટેડ પરમેશ્વર પાન્ડે સુરતની આસપાસના વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ટીમે ભેસ્તાન વિસ્તારમાં તવાઈ બોલાવી આરોપીને દબોચી લીધો હતો. તેની પૂછપરછમાં અન્ય મોટા ખુલાસા થવાની પણ શક્યતા પોલીસ દ્વારા સેવાઈ રહી છે. કુલ 14 ગુનાઓમાં વોન્ટેડ અને અનેક કલમો હેઠળ કાર્યવાહી આરોપી વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓની યાદી લાંબી છે. જેમાં સુરત ડીસીબીમાં 3, પારડીમાં 1, ગણદેવીમાં 1, ચીખલીમાં 1, કડોદરા જીઆઈડીસીમાં 3, વલસાડ રૂરલમાં 1, વાપી ટાઉનમાં 3 અને વેજલપુરના 1 ગુનાનો સમાવેશ થાય છે. તેની સામે ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ-2017ની કડક કલમો 65(એ), 65(ઇ), 81, 98(2) અને 116(ખ) મુજબ ગુના દાખલ કરવામાં આવ્યા છે. તેમજ છેતરપિંડી (IPC 465, 468, 471) અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમો હેઠળ પણ તેની સામે કાર્યવાહી થયેલી છે. જામનગરથી લઈ સુરત સુધી નેટવર્ક પરમેશ્વર પાન્ડે માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પણ સૌરાષ્ટ્રમાં પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો. વર્ષ 2016માં જામનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની સામે દારૂનો ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત, સુરત રેલવે પોલીસ, બિલીમોરા પોલીસ અને વાપી ટાઉન પોલીસમાં પણ તેના નામે ગુનાહિત રેકોર્ડ બોલે છે. 2015થી તે સતત દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સક્રિય રહ્યો છે, જે દર્શાવે છે કે તે એક રીઢો ગુનેગાર છે. દક્ષિણ ગુજરાતમાં કયા સાગરીતો સક્રિય છે તેની તપાસ થશે સુરત ક્રાઈમ બ્રાંચ હવે આ આરોપીના રિમાન્ડ મેળવીને ઊંડી તપાસ કરશે. દમણ અને સેલવાસમાં તેને દારૂ પૂરો પાડનારા મુખ્ય સપ્લાયરો કોણ છે અને દક્ષિણ ગુજરાતમાં તેના અન્ય કયા સાગરીતો સક્રિય છે, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે સાધુ પાન્ડેની ધરપકડથી દારૂની સપ્લાય ચેઈનને મોટો ફટકો પડશે અને આગામી દિવસોમાં વધુ બુટલેગરોની ધરપકડ થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    વેનેઝુએલા-ઈરાન પછી ક્યુબા પર ટ્રમ્પની નજર:ગમે ત્યારે હુમલો થઈ શકે છે અમેરિકા, ટ્રમ્પે કહ્યું- ક્યુબાને હાંસલ કરીને રહીશ; 65 વર્ષથી બંને દેશોના સંબંધો ખરાબ
    Next Article
    દેરાળાના ચેકડેમો ભરાયા:મંત્રીને રજૂઆત બાદ આકડિયા ડેમમાંથી પાણી છોડાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment