Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેરાળાના ચેકડેમો ભરાયા:મંત્રીને રજૂઆત બાદ આકડિયા ડેમમાંથી પાણી છોડાયું

    1 week ago

    ગઢડા તાલુકાના દેરાળા ગામમાં પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. આકડિયા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગામના ચેકડેમો ભરાઈ ગયા છે, જેનાથી ગ્રામજનો અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. લાંબા સમયથી દેરાળા ગામના ચેકડેમો અને નદીઓમાં પાણીની અછત હતી, જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી. આ સમસ્યાના નિરાકરણ માટે ગામના પૂર્વ સરપંચ ભુપતભાઈ બોરીચાએ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ તંત્ર સક્રિય બન્યું અને આખરે આકડિયા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો. આ પાણી દેરાળા ગામ સુધી પહોંચતા ચેકડેમો ફરી ભરાઈ ગયા છે. ચેકડેમો ભરાતા ખેતી માટે પાણી ઉપલબ્ધ બનશે, જે ખેડૂતો માટે આશાજનક સમાચાર છે. ગ્રામજનોએ તંત્ર અને નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે અને ભવિષ્યમાં પણ આવી જ રીતે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની અપેક્ષા રાખી છે.
    Click here to Read More
    Previous Article
    દ.ગુજરાતનો કુખ્યાત 'દારૂનો સોદાગર' જેલના સળિયા પાછળ:સુરત ક્રાઇમ બ્રાંચે 14 ગુનામાં વોન્ટેડ બુટલેગરને દબોચ્યો, 5 વર્ષથી 4 જિલ્લાની પોલીસને ચકમો આપતો હતો સાધુ
    Next Article
    Patan Crime News | પાટણ પોલીસને ભગાડનારાનું પોલીસ કાઢશે સરઘસ | Patan Police | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment