Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 વર્ષે આજીવન સજાનો કેદી મુક્ત,:જૂનાગઢ જેલમાંથી આજીવન કેદના કેદી અશોક સાકરિયાની મુક્તિ; 5 વર્ષની મૂકીને આવેલા દીકરી હવે લગ્ન યોગ્ય થઈ, જેલમાં ગૌસેવા અને ખેતી શીખ્યા.

    1 week ago

    ​જૂનાગઢ જિલ્લા જેલમાંથી માનવીય અભિગમ અને સુધારાવાદી ન્યાય પ્રણાલીનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા વધુ એક કેદીને તેના સારા વર્તનના આધારે જેલમુક્ત કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભડલી ગામના વતની અશોકભાઈ હકાભાઈ સાકરિયા 14 વર્ષના લાંબા જેલવાસ બાદ આજે મુક્ત થઈ પોતાના પરિવાર પાસે પરત ફર્યા છે. જેલમુક્તિ સમયે જેલ પ્રશાસન દ્વારા તેમને શાલ ઓઢાડી, શ્રીફળ અને ભગવદગીતા આપી ભાવભીની વિદાય આપવામાં આવી હતી. ​અશોકભાઈ સાકરિયા વિરુદ્ધ હત્યાના ગુનામાં કલમ 302 હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે, સી.આર.પી.સી.ના પ્રાવધાન અને રાજ્ય સરકારની વર્ષ 1992ની પોલિસી મુજબ, જે કેદીઓ 14 વર્ષની સજા પૂર્ણ કરે અને જેલવાસ દરમિયાન જેમનું વર્તન સંતોષકારક હોય, તેમને મુક્ત કરવાની સત્તા સરકાર પાસે હોય છે. આ જોગવાઈ હેઠળ અશોકભાઈના સદાચરણને ધ્યાને રાખીને તેમને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે જ્યારે તેઓ જેલની બહાર નીકળ્યા ત્યારે તેમના ચહેરા પર નવી જિંદગી શરૂ કરવાની આશા અને પરિવારને મળવાની આતુરતા સ્પષ્ટ દેખાતી હતી. ​આ જેલમુક્તિ સાથે એક અત્યંત ભાવુક પાસું જોડાયેલું છે. જેલ અધિક્ષક નાસીરુદ્દીન લોહરે વિગતો આપતા જણાવ્યું હતું કે, જ્યારે અશોકભાઈ જેલમાં આવ્યા ત્યારે તેમની દીકરી વૈશાલીની ઉંમર માત્ર 5 વર્ષની હતી. પિતા જેલમાં ગયા ત્યારે દીકરી માંડ શાળાએ જવાની શરૂઆત કરી રહી હતી, અને આજે જ્યારે પિતા 14 વર્ષ પછી મુક્ત થયા છે ત્યારે દીકરી લગ્ન યોગ્ય વયની થઈ ગઈ છે. પરિવારથી દૂર વિતાવેલો આ દાયકા કરતા વધુનો સમય અશોકભાઈ માટે આત્મમંથનનો કાળ રહ્યો છે. ​જેલવાસ દરમિયાન અશોકભાઈએ પોતાનો સમય પસ્તાવામાં વેડફવાને બદલે રચનાત્મક કાર્યોમાં વિતાવ્યો હતો. તેમણે જેલમાં રસોઈ બનાવવાની કળા શીખી હતી. ત્યારબાદ તેઓ જૂનાગઢની ઓપન જેલ ગૌશાળામાં શિફ્ટ થયા હતા, જ્યાં તેમણે ગૌ-સેવા, ગૌશાળાનું સંચાલન અને ખેતીવાડીની આધુનિક પદ્ધતિઓનું જ્ઞાન મેળવ્યું હતું. અશોકભાઈએ પોતે જણાવ્યું હતું કે હું જેલમાં રહીને ગાયોની સેવા કરતો હતો, ઘાસ કટિંગ, ટ્રેક્ટર દ્વારા ખેતીકામ અને વાવેતર જેવી તમામ પ્રવૃત્તિઓ શીખ્યો છું. હવે બહાર જઈને ખેતીવાડી અને મજૂરી કામ કરીને જવાબદાર નાગરિક તરીકે જીવન જીવીશ. ​આ પ્રસંગે D.L.S.A. ના સેક્રેટરી જજ ડી.કે. ચંદાણી અને જેલ અધિક્ષક નાસીરુદ્દીન લોહાર સહિતના સ્ટાફે કેદીને શુભેચ્છા પાઠવી હતી. અધિકારી લોહરે ઉમેર્યું કે, આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ હવે માત્ર શિક્ષાત્મક નથી રહી, પરંતુ સુધારાવાદી બની છે. વર્ષ 2019થી અત્યાર સુધીમાં જૂનાગઢ જેલમાંથી 20થી વધુ અને સમગ્ર ગુજરાતમાં 650થી વધુ કેદીઓને આ પોલિસી હેઠળ મુક્ત કરવામાં આવ્યા છે. જેલમાં મળેલી કૌશલ્ય તાલીમ હવે અશોકભાઈને સમાજમાં પુનઃસ્થાપિત થવામાં અને રોજગારી મેળવવામાં મદદરૂપ સાબિત થશે. અશોકભાઈએ પોતાની મુક્તિ બદલ જેલ સ્ટાફ, જજ સાહેબ અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    'ક્યોંકી સાસ ભી કભી બહુ થી 2' બંધ થશે?:સ્પિન-ઓફ શો 'ક્યોંકી રિશ્તોં કે ભી રૂપ બદલતે હૈં' શરૂ થવાની ચર્ચા; મેકર્સે સ્પષ્ટતા કરી
    Next Article
    વાપી હાઈવે પર 20 મિનિટ ચાલ્યો મોતનો ખેલ, CCTV:ટક્કર બાદ રાહદારી ડિવાઈડર પર લટકતો રહ્યો; લોકો જોતા રહ્યા ને વાહનો લાશ પરથી પસાર થતા રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment