Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી હાઈવે પર 20 મિનિટ ચાલ્યો મોતનો ખેલ, CCTV:ટક્કર બાદ રાહદારી ડિવાઈડર પર લટકતો રહ્યો; લોકો જોતા રહ્યા ને વાહનો લાશ પરથી પસાર થતા રહ્યા

    1 week ago

    દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા વાપી નજીક બલીઠા વિસ્તારમાં નેશનલ હાઈવે-48 પર હિટ એન્ડ રનની એક એવી કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેણે માનવીય સંવેદનશીલતા પર ગંભીર સવાલ ઉભા કર્યા છે. એક અજાણ્યા રાહદારીનું અકસ્માતમાં મોત થયા બાદ તેનો મૃતદેહ 20 મિનિટ સુધી હાઈવે પર રઝળતો રહ્યો અને અનેક વાહનો તેને કચડીને પસાર થઈ ગયા, છતાં કોઈએ માનવતા દાખવી વાહન થોભાવ્યું નહીં. મોતનો 20 મિનિટનો ભયાનક ખેલ શનિવારે રાત્રે બલીઠા હાઈવે પર પૂરઝડપે દોડી રહેલા એક અજાણ્યા વાહને રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે, રાહદારી હવામાં ફંગોળાઈને સીધો હાઈવેના ડિવાઈડર પર બનેલી સેફ્ટી દીવાલ પર જઈ પટકાયો હતો. ચોંકાવનારી વિગત એ છે કે, અકસ્માત બાદ રાહદારી અંદાજે 20 મિનિટ સુધી સેફ્ટી દીવાલ પર લટકતો રહ્યો હતો. ત્યાર બાદ રસ્તા પર પટકાયો હતો, પરંતુ હાઈવે પર પસાર થતાં ચાલકોમાં સંવેદનહીનતા એટલી હદે હતી કે, એક પછી એક અનેક વાહનો આ મૃતદેહ પરથી પસાર થઈ ગયા હતા. એક કારચાલકની સમયસૂચકતા જ્યારે અનેક વાહનચાલકો આ ભયાનક દૃશ્ય જોઈને પણ અનદેખું કરી રહ્યા હતા, ત્યારે એક જાગૃત કારચાલકે પોતાની કાર રોકી માનવતા દાખવી હતી. તેણે તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, ત્યાં સુધીમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે રાહદારીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. CCTV અને સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો હિટ એન્ડ રનની આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, ચાલુ ટ્રાફિક વચ્ચે પણ વાહનચાલકો મૃતક પર ધ્યાન આપ્યા વગર પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા છે. આ દૃશ્યો ભલભલા પથ્થર દિલના માનવીના પણ રૂંવાડા ઉભા કરી દે તેવા વિચલિત કરનારા છે. પોલીસ તપાસ અને ઓળખની કાર્યવાહી ઘટનાની જાણ થતા જ વાપી ટાઉન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને રસ્તા પરથી વિખરાયેલી હાલતમાં મૃતદેહનો કબજો મેળવ્યો હતો. આ ઘટનાએ માત્ર માર્ગ સુરક્ષા જ નહીં, પરંતુ 'શહેરી સંવેદનહીનતા' સામે પણ એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યો છે.
    Click here to Read More
    Previous Article
    14 વર્ષે આજીવન સજાનો કેદી મુક્ત,:જૂનાગઢ જેલમાંથી આજીવન કેદના કેદી અશોક સાકરિયાની મુક્તિ; 5 વર્ષની મૂકીને આવેલા દીકરી હવે લગ્ન યોગ્ય થઈ, જેલમાં ગૌસેવા અને ખેતી શીખ્યા.
    Next Article
    Bihar Board 10th Result Out: बिहार बोर्ड 10वीं का रिजल्ट जारी, टॉप में हैं ये 3 जिले

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment