Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ સહિત 14 તાલુકામાં વરસાદ:બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, પણ ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો; અમદાવાદ 37°C સાથે સૌથી ગરમ

    8 hours ago

    છેલ્લા 24 કલાકમાં 112 તાલુકાના વરસાદમાં સૌથી વધુ રાજકોટના પડધરીમાં 2.24 ઇંચ વરસ્યો છે. આજે 14 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ચોમાસાની વચ્ચે ગરમી અને અસહ્ય ઉકળાટનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર એરિયા સક્રિય થવા છતાં ગુરૂવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાયું હતું. જોકે, બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર એરિયા (વેલ-માર્ક્ડ લો પ્રેશર) સક્રિય થયો છે અને રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ બનેલું છે, જે આગામી દિવસોમાં હવામાન પલટી શકે છે. ​જૂનાગઢ શહેરમાં બીજા દિવસે પણ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ વરસાદથી ખાસ કરીને મગફળી અને કપાસ જેવા મુખ્ય પાકોને ભારે ફાયદો થશે. લાંબા ખેંચાયેલા વિરામને કારણે સુકાઈ રહેલા પાકોને નવ જીવન મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી છે. ગઈકાલે કયા જિલ્લામાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું? ગઈકાલે ગુજરાતના અનેક શહેરોમાં કાળઝાળ ગરમી પડી હતી, જેમાં મહત્તમ તાપમાન સામાન્ય સ્તર કરતાં પણ વધુ નોંધાયું છે. ગઈકાલે અમદાવાદ સૌથી વધુ ગરમ રહ્યું, જ્યાં મહત્તમ તાપમાન 37°C નોંધાયું, જે સામાન્ય કરતાં 3.3°C વધુ છે. ભુજ અને કંડલા એરપોર્ટમાં તાપમાનનો પારો 36.6°C સુધી પહોંચી ગયો હતો. ઉત્તર ગુજરાતના ડીસામાં પણ 36.3°C તાપમાન નોંધાયું હતું. આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરમાં પણ 35.9°C મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી 24 કલાક દરમિયાન ગુજરાત રીઝીયન અને સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતા સેવાઈ રહી છે. 23 જુલાઈ સુધીની આગાહી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી અઠવાડિયામાં રાજ્યમાં ભારે વરસાદની કોઈ ચેતવણી નથી, પરંતુ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. ⇒ રાહતના સમાચાર: આગામી 23 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ કે પૂર જેવી સ્થિતિની કોઈ સંભાવના નથી, માછીમારો કે સામાન્ય જનતા માટે કોઈ રેડ કે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું નથી. પાછલા 24 કલાક દરમિયાન વાતાવરણની સ્થિતિ પાછલા 24 કલાક દરમિયાન રાજ્યમાં મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માત્ર છૂટાછવાયા ઝાપટાં પડ્યા હતા. આ દરમિયાન કચ્છ રીઝીયનમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહ્યું હતું. અમદાવાદમાં માત્ર નજીવો (ટ્રેસ) વરસાદ પડ્યો હતો. બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેશર એરિયા (વેલ-માર્ક્ડ લો પ્રેશર) અને રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન શું છે? 1. લો પ્રેશર એરિયા હવામાનની ભાષામાં આને આપણે 'વરસાદી સિસ્ટમ' કહીએ છીએ. જ્યારે કોઈ જગ્યાએ ગરમી વધે છે, ત્યારે ત્યાંની હવા ગરમ થઈને ઉપર તરફ ચડવા લાગે છે. હવા ઉપર જવાથી જમીનની નજીકના ભાગમાં હવાનું દબાણ ઘટી જાય છે અને ત્યાં એક ખાલીપો (વેક્યુમ) સર્જાય છે. આ ખાલી જગ્યાને ભરવા માટે આજુબાજુની ભેજવાળી અને ઠંડી હવા ઝડપથી એ તરફ દોડી આવે છે. 2. સાયક્લોનિક સર્ક્યુલેશન આ હવાનું એક એવું કુંડાળું છે જે વાતાવરણમાં ઉપરના સ્તરે ગોળ-ગોળ ઘુમરી મારે છે. પૃથ્વીની ગતિના કારણે પવનો સીધા જવાને બદલે ચક્રાકાર ગતિમાં ફરવા લાગે છે. તે આસપાસના વિસ્તારોમાંથી ભેજને ખેંચીને એક જગ્યાએ ભેગો કરવાનું કામ કરે છે. તે જમીન પર નથી હોતું, પરંતુ આકાશમાં અમુક કિલોમીટરની ઊંચાઈ પર સક્રિય હોય છે, (જેમ કે તાજેતરના તે 3.1 કિમીથી 7.6 કિમીની ઊંચાઈ પર જોવા મળ્યું છે). ટૂંકમાં સમજીએ તો સાયક્લોનિક સર્ક્યુલેશન એ આકાશમાં ફરતું પવનોનું ચક્ર છે જે ભેજ ભેગો કરે છે, અને લો પ્રેશર એરિયા એ જમીનની સપાટી પર સર્જાતું એવું કેન્દ્ર છે જે વાદળો બાંધીને ધોધમાર વરસાદ લાવે છે.
    Click here to Read More
    Previous Article
    12 વર્ષના બાળકને મગર જીવતો ખાઈ ગયો, VIDEO:પગ જડબામાં દબાવીને ખેંચી ગયો, બાળક તરફડિયાં મારતો રહ્યો...કાકા બૂમો પાડતા રહ્યા
    Next Article
    દેવભાષા સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં સૌરાષ્ટ્રભરમાં મયૂરનગરીનો‎ દબદબો:બે શાળાએ અગ્ર ક્રમ સાથે મેળવ્યું ગૌરવપૂર્ણ સ્થાન‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment